બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / glenn maxwell injured in comeback game ahead of odi series against india

ક્રિકેટ / ભારત સામે વનડે સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને તગડો ઝટકો, 360 ડિગ્રી પ્લેયરને થઈ ઈજા, નહીં રમવાના સંકેત

Premal

Last Updated: 08:19 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ભારત સામેની વન-ડે શ્રેણીથી વાપસી કરવાના હતા. પરંતુ હવે તેઓ સીરીઝની શરૂઆત પહેલા જ ઈજાગ્રસ્ત થયા છે.

  • ભારત સામેની વન-ડે શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો
  • સીરીઝની શરૂઆત પહેલા જ ગ્લેન મેક્સવેલ થયા ઈજાગ્રસ્ત
  • ગ્લેન મેક્સવેલ વન-ડે શ્રેણીમાંથી પણ બહાર થઇ શકે

ગ્લેન મેક્સવેલને થઇ હતી ઈજા

ખરેખર, ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને વિક્ટોરિયા અને મેલબર્નની વચ્ચે રમાયેલ મેચ દરમ્યાન ઈજા થઇ હતી. ત્યારબાદ તેમને મેદાન છોડીને બહાર જવુ પડ્યુ હતુ. મનાઈ રહ્યું છે કે તેઓ ભારત વિરુદ્ધ ત્રણ મેચની વન-ડે શ્રેણીમાંથી પણ બહાર થઇ શકે છે. 

ઈજા થયા બાદ બેટીંગ કરવા ના આવ્યાં ગ્લેન મેક્સવેલ

ગ્લેન મેક્સવેલે ચાલુ મેચમાં સ્લિપમાં કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેમને ઈજા થઇ. ત્યારબાદ ગ્લેન મેક્સવેલને મેદાનમાંથી બહાર જવુ પડ્યુ. જ્યારે વિક્ટોરિયન ટીમ બેટીંગ કરવા આવી તો ગ્લેન મેક્સવેલ બેટીંગ કરવા ન ઉતર્યા. જો કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઓસ્ટ્રેલિયન ટીમ માટે સારા સમાચાર છે કે ગ્લેન મેક્સવેલને ઈજા થયા બાદ ફ્રેક્ચર થયુ નથી. ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે ત્રણ વનડે મેચની શ્રેણી રમશે. જો ગ્લેન મેક્સવેલ ભારત સામેની વન-ડે સીરીઝમાં ટીમમાં ના જોડાય તો કાંગારૂ ટીમ માટે આ મોટો ઝટકો હશે. 

શું ભારત સામે વન-ડે સીરીઝમાં રમશે મેક્સવેલ? 

ઉલ્લેખનીય છે કે ગ્લેન મેક્સવેલ ઈજાના કારણે બિગ બેશ લીગનો ભાગ ન હતા. ગ્લેન મેક્સવેલના પગમાં ઈજા થઇ છે. જેના કારણે તેઓ છેલ્લાં લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે, પરંતુ એવુ મનાઈ રહ્યું હતુ કે ભારત સામેની વન-ડે સીરીઝથી તેઓ વાપસી કરશે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં ભારત સામે 4 ટેસ્ટ મેચની સીરીઝ રમી રહી છે. પહેલી બંને ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે હારનો સામનો કરવો પડ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ