બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO : જિમમાં કસરત કરતાં છોકરી પર પડ્યું બારબેલ, કેમેરામાં કેદ થઈ દર્દનાક દુર્ઘટના

વાયરલ / VIDEO : જિમમાં કસરત કરતાં છોકરી પર પડ્યું બારબેલ, કેમેરામાં કેદ થઈ દર્દનાક દુર્ઘટના

Jinal Chauhan

Last Updated: 07:07 PM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીમમાં કસરત કરતી એક છોકરીનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.કસરત કરતી વખતે એવી ઘટના બની કે જીમમાં લગાવેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે અને હવે તે વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર તમે ઘણા વીડિયો જોયા હશે જેમાં જીમમાં કોઈ દુર્ઘટના બની ગઈ હોય.પણ હમણા જીમમાં બનેલી એક ઘટના તમને સો વખત જીમમાં જતી વખતે વિચારવા મજબૂર કરી દેશે અને ચોંકાવી દેશે.એક યુવતી ભારે વજનની બારબેલ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ થોડા જ પળોમાં એની સાથે એક ભયંકર અકસ્માત થઈ જાય છે, જેને જોઈ ને લોકો હેરાન રહી ગયા.

આ વિડીયો જીમમાં ઘણા લોકો વિવિધ કસરતો કરતા દેખાય છે. વાતાવરણ સામાન્ય લાગે છે. પછી એક યુવતી આવે જે ભારે ભરખમ બારબેલ ઉપાડવાની તૈયારીમાં હોય તેવું લાગે છે.તે એકાગ્રતાથી બારબેલને પકડી લે છે અને તેને ઉપર ખેંચવાનો પ્રયાસ કરે છે. શરૂઆતમાં એવું લાગે છે કે તે વજન ઉપાડી શકશે પણ થોડીવારમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે.

બેલેન્સે આખી ગેમ બગાડી

જેવું જ યુવતી બારબેલ ઉઠાવે છે તેને બેલેન્સ બનાવવામાં પ્રોબ્લેમ થાય છે. વીડિયોમાં ચોખ્ખું દેખાય છે કે તેનું શરીર વજનના દબાણથી અસ્થિર થવા લાગ્યું છે. તે નોર્મલ થવાની કોશિશ કરે છે પણ એવું અચાનક તે બારબેલ તેના હાથમાંથી લપસી જાય છે અને તેના ગળા પર પડે છે. આટલો ભારે સળિયો તેના ગળા પર પડવાથી તે તરત જમીન પર પડી જાય છે. પડતાની સાથે તે બેભાન થઈ ગઈ હતી.

આ દ્રશ્યમાં જોઈને જ જીમમાં હાજર અન્ય લોકો ગભરાઈને તેની તરફ આવે છે ઘણા લોકોને તેને ઉઠાડવાનો પ્રયાસ કરે છે. તો આજુબાજુ ઊભા લોકો મદદ માટે અવાજ કરે છે. બધા ડરી ગયા હતા કારણ કે દુર્ઘટના ગંભીર હતી.

vtv app promotion

આ પણ વાંચોઃ કાજલ કુમારી બાદ હવે Sofik SKનો પ્રાઈવેટ વીડિયો થઈ ગયો લીક, સોશિયલ મીડિયામાં હલચલ

લોકો થઈ ગયા હેરાન

પછી વીડિયોમાં કેટલાક લોકો તેને ટેકો આપવાનો પ્રયાસ કરતા દેખાય છે, પરંતુ તે બિલકુલ ભાનમાં આવતી નથી. એવું લાગે છે કે તેણી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. ઘણા લોકો તેણીને પાણી આપવાનો પ્રયાસ કરે છે જ્યારે અન્ય લોકો તેના શરીરને પકડી રાખે છે, તેણી ભાનમાં આવે તેની રાહ જુએ છે. આ આખી ઘટના જીમના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી અને આ ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

barbell injury girl injured gym accident
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ