બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Politics / ghulam nabi azad after resignation from congress said i have been forced to leave party

પ્રતિક્રિયા / પાર્ટી છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર ઠીકરુ ફોડ્યું: PM મોદીના કર્યા વખાણ, કહ્યું હું મોદીને ક્રૂર સમજતો હતો, પણ..

Pravin

Last Updated: 01:10 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ વરિષ્ઠ રહી ચુકેલા ગુલામ નબી આઝાદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ ફરી એક વાર મીડિયા સામે આવી તમામ સવાલોના જવાબ આપ્યા હતા.

  • કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે મીડિયા સાથે વાત કરી
  • આ દરમિયાન તેમણે કોંગ્રેસની બરાબરનું સંભળાવી દીધું
  • પીએમ મોદીની વાતનો ઉલ્લેખ કરતા આ વાત કહી હતી

કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદ ફરી એક વાર મીડિયા સામે આવ્યા હતા. આ દરમિયાન તેમણે તેમના પર લાગેલા આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઘરવાળાઓએ ઘર છોડવા માટે બળજબરીપૂર્વક મજબૂર કર્યો. જ્યાં ઘરવાળાને લાગે છે આ માણસ ન જોઈએ તો, હોંશિયારી ખુદ ઘર છોડી દેવામાં છે. તો વળી ગુલામ નબી આઝાદે ભાજપની સાથે સાંઠગાંઠને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જે શખ્સ (રાહુલ ગાંધી) પોતાની સ્પિચ ખતમ કર્યા બાદ સદનમાં પીએમના ગળે લાગે, તો બતાવો કે તે મળેલા છે કે હું મળેલો છું ? 

પીએમ મોદીના કર્યા વખાણ

આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા. તેમણે પીએમ મોદીની એક ઘટનાની વાત કરતા જણાવ્યું હતું કે, હું તો પીએમ મોદીને ક્રૂર વ્યક્તિ સમજતો હતો, પણ જ્યારે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતની બસ પર હુમલો થયો હતો, તે સમયે હું સીએમ હતો, અને ગુજરાતની બસ પર હુમલો થયો હતો. હુમલાને લઈને તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીનો મારા પર ફોન આવ્યો હતો, તે સમયે હું ખૂબ રડ્યો હતો, સાથે જ તેઓ પણ આતંકી ઘટનાને યાદ કરીને રડ્યા હતા. 

નબીએ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસમાં ફક્ત ચાપલૂસી કરનારા લોકો વધ્યા છે. તેમમે મોદીને લઈને કહ્યું કે, હું મોદીને ક્રૂર સમજતો હતો, પણ તેમને માણસાઈ દેખાડી. ગુલામ નબી આઝાદે પાર્ટી છોડ્યા બાદ આરોપ લગાવ્યો હતો કે, તેમનું રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે. આઝાદે તેના પર પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, ઘરવાળાઓએ ઘર છોડવા માટે મજબૂર કર્યો. જ્યાં ઘરવાળાઓને લાગે કે, આ માણસ ન જોઈએ તો, તો હોંશિયારી ખુદ ઘર છોડવામાં છે. 

ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ ફરી એક વાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીમાં રાજકીય કૌશલ્યની કમી છે અને રાજકારણમાં એન્ટ્રી બાદ જ કોંગ્રેસની આવી સ્થિતિ થઈ છે. તેમણે કહ્યું કે, આજના સમયમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસ વર્કિંગ કમિટિ બેકાર છે. સોનિયા ગાંધીના સમયમાં ફક્ત CWC થતી હતી. પણ છેલ્લા 10 વર્ષમાં તેના 25 સભ્યો થઈ ગયા અને 50 વિશેષ। આમંત્રિત સભ્યો પણ હોય છે. તેમણે ગાંધી પરિવાર સાથેના પોતાના સંબંધોને યાદ કરતા કહ્યું કે, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને ,સોનિયા ગાંધી સૌને સાથે લઈને અને સૌની સહમતીથી રાજનીતિ કરવામાં માનતા હતા, પણ રાહુલ ગાંધી સાથે એવું નથી થતું.

વરિષ્ઠ નેતાએ કહ્યું કે, સોનિયા ગાંધીએ 1998થી 2004 દરમિયાન તમામને સસાથે લઈને આગળ વધીને કામ કર્યું છે. તે મોટા નેતાઓની સલાહ લેતા હતા. તેઓ તેમના પર નિર્ભર હતા અને તેમના ભલામણોનો સ્વિકાર કરતા હતા. તેમણે મને 8 રાજ્યોની જવાબદારી આપી હતી અને મેં 7 રાજ્યમાં જીત અપાવી હતી. તેઓ ક્યારેય દખલ નહોતા આપતા, પણ જ્યારે 2004 બાદથી રાહુલની એન્ટ્રી થઈ છે, આ વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ છે. સોનિયા ગાંધીની નિર્ભરતા રાહુલ ગાંધી પર વધી ગઈ છે. પણ રાહુલ ગાંધી પાસે કોઈ રાજકીય કૌશલ નથી, સોનિયા ગાંધી ઈચ્છે છે કે, સૌ કોઈ રાહુલ ગાંધી સાથે તાલમેલ બનાવીને કામ લે.

કોંગ્રેસ તરફથી પોતાની જાત પર થયેલા પ્રહાર પર જવાબ આપતા ગુલામ નબીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી તો એક બહાનુ છે, આ લોકોને મારી સાથે વાંધો હતો. જ્યાર જી 23 તરફથ લેટર લખ્યો હતો, તેઓ નથી ઈચ્છતા કે, કોઈ પણ ક્યારેય તેમને કંઈ લખે અથવા સવાલ કરે. કોંગ્રેસની કેટલીય બેઠકો થઈ. પણ મારી કોઈ સલાહનો સ્વિકાર થયો નહીં. એટલુ જ નહીં પાર્ટી છોડવાનું ઠીકરુ તેમણે કોંગ્રેસ પર ફોડ્યું. તેમણે કહ્યું કે, મને મારુ ઘર છોડવા પર મજબૂર કર્યો. 

અહીં ઉલ્લેખનિય છે કે, ગુલામ નબી આઝાદે ગત અઠવાડીયે કોંગ્રેસ છોડતા સોનિયા ગાંધીને 5 પાનાનો લેટર લખ્યો હતો. તેમા કહેવાયુ હતું કે, કોંગ્રેસ એક સારી વ્યવસ્થા હતી. સોનિયા ગાંધીના સમયમાં પણ તે યથાવત હતી, પણ રાહુલ ગાંધી આવતા જ બધુ ધ્વસ્ત થઈ ગયું. આ ઉપરાંત 2014માં કોંગ્રેસની હાર માટે રાહુલ ગાંધીના વલણને જવાબદાર ઠેરવતા કહ્યુ હતું કે, તેમણે કેબિનેટ તરફથી પસાર અધ્યાદેશ ફાડી નાખ્યો હતો. તેનાથી પ્રધાનમંત્રી અને સરકારની ગરિમા જ નબળી પડી ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ