બ્રેકિંગ ન્યુઝ
VTV / Ghaziabad cop booked after video of him assaulting civilian goes viral
Hiralal
Last Updated: 04:27 PM, 16 August 2023
ADVERTISEMENT
યુપીના ગાઝિયાબાદમાં એક પોલીસ કોન્સ્ટેબલની ગુંડાગિરી સામે આવી છે જેમાં તેણે આધેડ ઉંમરના વ્યક્તિને બૂટથી છાતી પર માર માર્યો હતો. ગાઝિયાબાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પોલીસ કોન્સ્ટેબલની આ કરતૂતની નોંધ લેતા તેની સામે કેસ નોંધીને તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. ગાઝિયાબાદના કપુરીપુરમમાં સ્વતંત્રતા દિવસ પર આરોપી પોલીસકર્મીએ એક વ્યક્તિને નિર્દયતાથી માર માર્યો હતો. તેનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.
#Ghaziabad कमिश्नरेट पुलिस की करतूत देखिए और अंदाजा लगाइए की खाकी कितनी बेअंदाजी पर उतर आई है, महोदय मधुबन बापूधाम थाने पर तौनत सिपाही रिंकू राजौरा है, एक शख्स को जमीन पर गिराकर बूटों से रौंद रहे है ऐसी तस्वीरें आजादी से पहले ब्रिटिश शासनकाल में दिखती थी। FIR और निलंबन हुआ है।… pic.twitter.com/M0ncMV8bYV
— Lokesh Rai (@lokeshRlive) August 16, 2023
ADVERTISEMENT
વાયરલ વીડિયો પરથી શું દેખાયું
આરોપી પોલીસકર્મી રિંકુ સિંહ રાજૌરા મધુબન બાપુધામ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુનિફોર્મમાં સજ્જ એક પોલીસકર્મી જમીન પર પડી ગયેલા એક વ્યક્તિને નિર્દયતાથી માર મારી રહ્યો છે. ક્યારેક તમાચો મારે છે તો ક્યારેક ચહેરા પર બૂટ મૂકીને માર મારે છે. તે ઘણી વખત છાતીમાં લાતો પણ મારે છે. આસપાસ ઉભેલા કેટલાક લોકો તેને રોકવાની હિંમત નથી કરતા. માર મારવાના કારણે વ્યક્તિ બેભાન થઇ જાય છે.
પીડિતે ફરીયાદ ન કરી પણ પોલીસે દાખલ કર્યો કેસ
ડીસીપી નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, "આ વીડિયો મંગળવારે સામે આવ્યો હતો. અમે તેની નોંધ લીધી છે. રાજૌરાને તપાસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તેણે પોલીસનો સંપર્ક કર્યો નથી. તેથી જ અમે જાતે એફઆઈઆર દાખલ કરી છે. રાજવીરા વિરુદ્ધ કવિ નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 323 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કવિ નગર પોલીસ સ્ટેશનના એસઆઈ અશોક કુમારે એફઆઈઆર નોંધાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.