બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ghadar 2 OTT rights have been awarded to ZEE5, releasing on 6th October on ZEE5

બોલિવૂડ / ગદર-2ના ચાહકો માટે સૌથી મોટા સમાચાર, આ દિવસે ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થશે તારા પાજીની ફિલ્મ

Dinesh

Last Updated: 10:41 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar OTT : સની દેઓલની ગદર 2 બોક્સ ઓફિસ પર બ્લોકમાસ્ટર રહી છે, હવે તે ઓટીટી પર રિલીજ થવાની તારીખ પણ આવી ગઈ છે

  • ફિલ્મ ગદર 2ની રિલીઝને 40 દિવસ થઈ ગયા
  • ગદર 2ના OTT રાઈટ્સ ZEE5ને આપવામાં આવ્યા
  • ZEE5 પર 6ઠ્ઠી ઓક્ટોબરે રિલીઝ થઈ શકે છે

Gadar OTT: બોલિવૂડ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલની ફિલ્મ ગદર 2એ મોટા પડદા પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ એક મહિના કરતાં વધુ સમય સુધી મોટા પડદા પર ચાલી છે. જેણો મોટા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. આપને જણાવી દઈએ કે, હજુ પણ ઘણા એવા લોકો છે જેઓ આ ફિલ્મને મોટા પડદા પર જોઈ શક્યા નથી અને ઘરે બેસીને ફિલ્મની મજા માણવા માંગે છે. જે લોકો ઘરે બેઠા આ ફિલ્મ જોવા માંગે છે તે માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે અમે તમને જણાવીશું કે ગદર 2 ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે સ્ટ્રીમ થશે અને કયા પ્લેટફોર્મ જોવા મળશે.

રિલીઝને 40 દિવસ થઈ ગયા
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત બ્લોક માસ્ટર ફિલ્મ ગદર 2ની રિલીઝને 40 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મે મોટા પડદા પર 500 કરોડથી વધુનો આંકડો પાર કરી લીધો છે અને હવે આ ફિલ્મ OTT પર ટક્કર આપવા માટે તૈયાર છે. પાપ્ત માહિતી અનુસાર સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2ના OTT રાઈટ્સ ZEE5ને આપવામાં આવ્યા છે. ફિલ્મ આવતા મહિને 6 ઓક્ટોબરે ZEE5 પર સ્ટ્રીમ થઈ શકે છે. જો કે આ મુદ્દે મેકર્સે હજી સુધી માહિતી આપી નથી. ફિલ્મ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ ZEE5 પર 6ઠ્ઠી ઓક્ટોબરે રિલીઝ થઈ શકે છે.

ગદર 3ની તૈયારી શરૂ કરાઈ ?
આપને જણાવી દઈએ કે, ગદર 2 વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ગદરઃ એક પ્રેમ કથા'નો બીજો ભાગ છે. આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ ઉપરાંત ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. ગદર 2ની સફળતા બાદ હવે મેકર્સ પણ ગદર 3ની તૈયારી કરી રહ્યા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સચોટ માહિતી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગદરના શાનદાર પ્રદર્શનને જોઈને તેના વધુ કેટલાક ભાગો પણ આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ