બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Geniben whips BJP over senior Congress leaders
Vishal Khamar
Last Updated: 10:38 AM, 6 March 2024
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ કોંગ્રેસનાં એક બાદ એક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે વધુ બે દિગ્ગજ અંબરીશ ડેર તેમજ અર્જુન મોઢવાડિયાએ તેઓનાં ટેકેદારો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસનાં સિનિયર નેતાઓનાં ભાજપમા્ં જોડાવા મુદ્દે ગેનીબેને ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સામ, દામ, દંડ, બેદની નીતિથી આગેાનો ભાજપમાં જોડાય છે.
ખોટા કેસ કરવાની ધમકી
જે સ્વાર્થી લોકો હશે. તે લોકો ભાજપમાં જશે.તેમજ કોંગ્રેસ હજુ મજબૂત થશે. ત્યારે તમામ નેતાઓ પરત આવશે. તમામ લોકોને ખોટા કેસની ધમકીથી આગેવાનો આ નિર્ણય લઈ રહ્યા છે. હું જીવુ છું, ત્યાં સુધી કોંગ્રેસ છોડવાની નથી. તેમજ ભાજપ તરફ પોતાનું ઓશિકું પણ કરવાની નથી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે અગત્યની માહિતી, ટ્રેકિંગ સહિત આવી છે ગુજરાત સરકારની તૈયારી
હું જીવુ છુ, ત્યાં સુધી કોંગ્રેસ છોડવાની નથીઃ ગેનીબેન
કોંગ્રેસમાંથી ભાજપમાં જઈ રહેલ નેતાઓ મુદ્દે વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, જે લોકો જતા હોય તે તેમની વિચારધારા કે સમયને સંજોગ હોય એમાં હું પડવા માંગતી નથી. પણ વર્ષોથી જે કોંગ્રેસનાં અનેક હોદ્દાઓ પર રહી એમણે સત્તા મેળવી હોય પક્ષનાં હોદ્દા. જાહેર જીવનમાં કાયમી બધા લોકો મજૂરી કરતા હોય છે. પરંતું બધાને તક મળતી નથી. તેમ છતાં સામ દામ દંડની જે રાજનીતી છે તેમાં વશ થઈને આવું થતું હોય તો જે જાય છે તેમને મુબારક. સમય પરિવર્તિત થાય ત્યારે બધુ આવું જ હોય છે. બે લોકસભાનાં સાંસદોથી ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું. અત્યારે એ બાજુ ક્રેઝ છે એટલે જે સ્વાર્થી લોકો છે તે એ બાજુ જશે. જ્યારે આ બાજુ પલ્લુ ભારે થશે ત્યારે આ જ લોકો આ બાજુ આવશે. હાલ પારદર્શી લોકશાહી નથી. જેથી ક્યાંકને કયાંક લોકો ભયભીત થઈને આ લોકો જવાનો નિર્ણય લેતા હોય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.