બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ગૌતમ ગંભીરના આ મોટા એલાનથી ક્રિકેટ જગતમાં સર્જાયો ઉહાપોહ, મોટા ક્રિકેટરો વિચારતા રહી ગયાં
Last Updated: 02:57 PM, 10 November 2025
ફેબ્રુઆરી 2026માં ભારતમાં ટી 20 વર્લ્ડ કપ રમાવાનો છે. હાલમાં સૂર્યકુમાર યાદવ ટી 20 ટીમનો કેપ્ટન છે. ટી 20 વર્લ્ડ કપ ટીમને લઈને ગૌતમ ગંભીરે એક મોટું એલાન કરી નાખ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સ્વીકાર્યું કે તેમની ટીમ આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારી માટે ફિટ નથી. તેમણે કહ્યું કે ટીમ પાસે હજુ પણ તે તબક્કે પહોંચવા માટે પૂરતો સમય છે.
ADVERTISEMENT
𝐇𝐨𝐧𝐞𝐬𝐭𝐲. 𝐂𝐥𝐚𝐫𝐢𝐭𝐲. 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐢𝐨𝐧 🫡
— BCCI (@BCCI) November 10, 2025
Get inside the mind of #TeamIndia Head Coach @GautamGambhir as he shares his vision in 𝘾𝙤𝙖𝙘𝙝’𝙨 𝘾𝙤𝙧𝙣𝙚𝙧. 🙌
Stay tuned for the full exclusive interview ⏳🔜 pic.twitter.com/nmvG9x2YUW
શું બોલ્યાં ગૌતમ ગંભીર
ADVERTISEMENT
BCCI ટીવી સાથેની મુલાકાતમાં ફિટનેસ પર ભાર મૂકતાં ગંભીરે કહ્યું કે આ એક ડ્રેસિંગ રૂમ છે જ્યાં ઘણી પારદર્શિતા અને પ્રામાણિકતા છે અને અમે ઇચ્છીએ છીએ કે આ ડ્રેસિંગ રૂમ ભવિષ્યમાં પણ આવો જ રહે. મને લાગે છે કે અમે હજુ પણ T20 વર્લ્ડ કપ માટે તે તબક્કે નથી જ્યાં અમે રહેવા માંગીએ છીએ," તેમણે 46 સેકન્ડની ક્લિપમાં કહ્યું. આશા છે કે ખેલાડીઓ ફિટ રહેવાનું મહત્વ સમજશે. આપણે જે સ્તર પર પહોંચવા માંગીએ છીએ તે સુધી પહોંચવા માટે આપણી પાસે હજુ ત્રણ મહિના છે.
ક્યારે યોજાવાનો છે ટી 20 વર્લ્ડ કપ
ADVERTISEMENT
આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં T20 વર્લ્ડ કપ રમાશે. ભારત આ ટૂર્નામેન્ટનો ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.
વધુ વાંચો : 'હરિયાણામાં 25 લાખ વોટોની ચોરી', મત ચોરીને લઈને રાહુલ ગાંધીએ ફોડ્યો 'હાઈડ્રોજન બોમ્બ'
ADVERTISEMENT
ક્રિેકેટ જગતમાં હેરાની
ગૌતમ ગંભીરના આ એલાનથી ક્રિકેટ જગત પર અસર પડી છે. મોટા ખેલાડીઓને પણ આ નિવેદન પર નવાઈ પ્રગટ કરી હતી. કારણ કે ભારતીય ટી 20 ટીમ હાલમાં બીજી ટીમો કરતાં મજબૂત સ્થિતિમાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.