બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ટીમ ઈન્ડિયાનો 'ટ્યૂટર નાપાસ'! આફ્રિકા ટેસ્ટમાં વ્હાઈટવોશ બાદ ગૌતમ ગંભીરે કર્યું મોટું એલાન, ખેલમાં હડકંપ
Last Updated: 03:17 PM, 26 November 2025
દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતના વ્હાઈટવોશ બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે એક એલાન કરીને બધાને ચોંકાવી દીધા હતા. પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે કહ્યું કે મારુ ભવિષ્ય હવે બીસીસીઆઈને હવાલે છે, ગંભીરે કહ્યું, "મારું ભવિષ્ય બીસીસીઆઈ નક્કી કરશે, પરંતુ હું એ જ વ્યક્તિ છું જેણે ઇંગ્લેન્ડમાં તમને પરિણામો અપાવ્યા અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
ADVERTISEMENT
હાર માટે બધા જવાબદાર
ગંભીરે હારની જવાબદારી લીધી. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "કોઈ એક ખેલાડી કે કોઈ એક શોટને દોષ આપવો વાજબી રહેશે નહીં. આ હાર માટે બધા જવાબદાર છે, મારાથી શરૂ કરીને. મેં ક્યારેય હાર પછી કોઈ ખેલાડીને દોષ આપ્યો નથી, અને ભવિષ્યમાં પણ આવું કરીશ નહીં. પહેલી ઇનિંગમાં એક સમયે અમારો સ્કોર એક વિકેટે 95 રન હતો, જે સાત વિકેટે 122 રન થઈ ગયો. આ સ્વીકાર્ય નથી. તમે કોઈ એક વ્યક્તિ કે કોઈ ચોક્કસ શોટને દોષી ઠેરવી શકો નહીં. દોષ બધાનો છે. મેં ક્યારેય કોઈ એક વ્યક્તિને દોષ આપ્યો નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય નહીં કરું.
ADVERTISEMENT
ગંભીરની લીડરીશપમાં ભારતની સૌથી મોટી હાર
ગંભીરના નેતૃત્વમાં, ભારતે 18 ટેસ્ટ મેચમાંથી 10 હારી છે, જેમાં ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે અને હવે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની હારનો સમાવેશ થાય છે. ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો પરાજય ટેસ્ટ ક્રિકેટમાં રનની દૃષ્ટિએ તેમની સૌથી મોટી હાર છે.
ADVERTISEMENT
ગંભીરનું હેડ કોચ પદ હવે ખતરામાં
સાઉથ આફ્રિકા સામેની મોટી હાર બાદ હવે ગંભીરનું હેડ કોચ પદ હવે ખતરામાં આવી ગયું છે. છેલ્લા ઘણા સમયથી ગંભીરને હટાવાનો ગણગણાટ ચાલી રહ્યો છે એટલે હવે બીસીસીઆઈ એક્શન લઈ શકે છે.
ADVERTISEMENT
ભારતની 408 રનથી શરમજનક હાર
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડ સામે 0-3થી હારનાર ટીમ ઈન્ડિયા હવે દક્ષિણ આફ્રિકા સામે 2-0થી કચડી ગઈ છે. કોલકાતા ટેસ્ટ 30 રનથી હાર્યા બાદ, ગુવાહાટી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાને 408 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કોચ બનેલા ગંભીરના નેતૃત્વમાં ઘરઆંગણે નવ મેચોમાં આ ભારતીય ટીમનો પાંચમો પરાજય છે. તેમાંથી ફક્ત ચાર જીત બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ જેવી નબળી ટીમો સામે આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.