બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / 'સ્મૃતિ મંધાનાના વરે ગર્લફ્રેન્ડને સ્પામાં બોલાવી', ઈન્ટરનેટે ઉઘાડા પાડ્યાં પલાશ મુચ્છલના ભૂતકાળના લફરાં!
Last Updated: 09:40 AM, 26 November 2025
ટીમ ઈન્ડિયાની લેડી ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્ન છેલ્લી ઘડીએ મોકૂફ રાખી દેવાયાં છે, લગ્ન અટકાવી દેવાનું કારણ તેના થનારા પતિ પલાશ મુચ્છલના લફરાં જવાબદાર હોવાનું જણાવાઈ રહ્યું છે. લગ્ન મોકૂફ રહ્યાં બાદ તરત સોશિયલ મીડિયા મેરી ડી'કોસ્ટા નામની એક મહિલા દ્વારા શેર કરાયેલા સ્ક્રીનશોટથી છલકાઈ ગયું હતું, જેમાં કથિત રીતે પલાશ સાથેની તેની ખાનગી વાતચીત દર્શાવવામાં આવી હતી જેમાં પલાશે યુવતીની પ્રસંશા કરી હતી.
ADVERTISEMENT
How can someone even think of cheating Smriti Mandhana? 💔
— rfyyyy (@RafiiXo) November 25, 2025
He literally lost a Diamond -She’s a millionaire, literally the face of women’s cricket, a World Cup winner, the first to win an IPL trophy for RCB, and one of the Beautiful cricketer of all time.... pic.twitter.com/JRh7crv14n
પલાશે ગર્લફ્રેન્ડને સ્પામાં બોલાવી
ADVERTISEMENT
મેરી ડી'કોસ્ટા નામની એક મહિલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પલાશ સાથેની ચેટના સ્ક્રીનશોટ શેર કર્યા. ચેટમાં, પલાશ સ્મૃતિ સાથેના તેના લાંબા અંતરના સંબંધો અને તેમના પ્રવાસો વિશે ખુલ્લેઆમ વાત કરતો જોવા મળ્યો. તેણે મેરીની પ્રશંસા કરી, તેને સ્વિમિંગ, સ્પા અને સવારે 5 વાગ્યે મુંબઈના વર્સોવા બીચ પર મળવાનું આમંત્રણ આપ્યું. જ્યારે મેરીએ પૂછ્યું કે શું તે સ્મૃતિને પ્રેમ કરે છે, ત્યારે પલાશે જવાબ ટાળ્યો.
છેલ્લી ઘડીએ લગ્ન અટકાવી દેવાયાં
ADVERTISEMENT
સ્મૃતિ મંધાના અને સંગીતકાર-ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. લગ્ન 23 નવેમ્બરના રોજ સાંગલીમાં એક ખાનગી સમારોહમાં થવાના હતા. લગ્ન પહેલાના સમારોહ પૂરજોશમાં ચાલી રહ્યા હતા, ત્યારે સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને સંગીત રાત્રિ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. પલાશની બહેન અને ગાયિકા પલક મુચ્છલ અને સ્મૃતિના મેનેજર તુહિન મિશ્રાએ પુષ્ટિ આપી હતી કે લગ્ન તેમના પિતા સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે.પરંતુ લગ્ન અચાનક મુલતવી રાખવાથી હવે આઘાતજનક વળાંક આવ્યો છે. મુલતવી રાખવાની જાહેરાત પછી, પલાશની એક મહિલા સાથેની કથિત ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા (રેડિટ) પર ફરતા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: VIDEO : જાડેજાએ ફેંક્યો રહસ્યમયી બોલ, એડન મારક્રમને ખબર જ ન પડી કે આઉટ થયો, ડિફેન્સ ચીરીને કર્યો બોલ્ડ "
ADVERTISEMENT
પલાશની બહેને લગ્ન મોકૂફીનું કર્યું એલાન
24 નવેમ્બરના રોજ પલાશની બહેન જાણીતી સિંગર પલક મુચ્છલે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લગ્ન મુલતવી રાખવાની જાહેરાત કરી અને પરિવાર માટે ગોપનીયતા રાખવાની વિનંતી કરી. થોડા સમય પછી, સ્ક્રીનશોટ રેડિટ પર વાયરલ થયા, જેના કારણે હંગામો મચી ગયો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.