બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / gautam gambhir challenged rohit sharma to win the series against australia

ક્રિકેટ / ભારતનાં દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે રોહિતને આપ્યું ચેલેન્જ : ઓસ્ટ્રેલિયાને હરાવો નહીંતર વર્લ્ડ કપ ભૂલી જાઓ

Khevna

Last Updated: 05:45 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે રોહિત શર્માને ચેલેન્જ આપતાં કહ્યું છે કે ઓસ્ટ્રેલિયાને હરાવો નહીંતર ટી20 વર્લ્ડ કપ ભૂલી જાઓ.

  • ઓસ્ટ્રેલિયાને હરાવો નહીંતર વર્લ્ડ કપ ભૂલી જાઓ - ગૌતમ ગંભીર 
  • ગૌતમ ગંભીરે આપ્યું રોહિત શર્માને ચેલેન્જ 
  • ઓસ્ટ્રેલિયાને હરાવવાથી વધશે આત્મવિશ્વાસ 

ભારતીય ક્રિકેટ ટીમ હવે પોતાની મેજબાનીમાં ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરિઝ રમશે. ત્રણ મેચોની આ સીરિઝનો પહેલો મુકાબલો મોહાલીમાં 20 સપ્ટેમ્બરનાં રોજ થશે. અનુભવી ઓપનર રોહિત શર્માની આગેવાનીમાં આ સીરિઝને જીતીને આગામી ટી20 વર્લ્ડ કપ માટે ભારત પોતાની તૈયારી કરવા માંગશે. આ વચ્ચે પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે કપ્તાન રોહિતને ચેલેન્જ આપ્યું છે. 

ઓસ્ટ્રેલિયાને હરાવવું જરુરી 
પોતાના કડક વલણને કારણે જાણીતા ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન રોહિત શર્માને ચેલેન્જ આપ્યું છે. તેમણે કહ્યું છે કે ટીમ ઇન્ડિયા જો ઓસ્ટ્રેલિયાને આગામી ટી20 સીરીઝમાં નથી હરાવી શકતી, તો વર્લ્ડ કપ જીતવું મુશ્કેલ પડશે. ગંભીરે આગળ કહ્યું કે મેં પહેલા પણ કહ્યું છે અને આ હું ફરી કહી રહ્યો છું. ભારત જો ઓસ્ટ્રેલિયાને આગામી સીરીઝમાં નથી હરાવતું તો ટી20 વર્લ્ડ કપ નહીં જીતી શકે. 

ઓસ્ટ્રેલિયાને હરાવવાથી વધશે આત્મવિશ્વાસ 
ક્રિકેટરથી રાજનેતા બનેલા ગંભીરને લાગે છે કે ઓસ્ટ્રેલિયાને હરાવવાથી ટીમનો આત્મવિશ્વાસ વધશે. ગંભીરે કહ્યું કે મારો અર્થ છે કે 2007નાં ટી20 વર્લ્ડ કપના જુઓ, આપણે તેમને સેમીફાઇનલમાં હરાવ્યા હતા. 2011નાં વન ડે કપનાં ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સૌથી વધારે પ્રતિસ્પર્ઘી ટીમોમાંથી એક છે અને જો તમે કોઇ પ્રતિયોગિતા જીતવા માંગો છો, તો તમારે તેમને હરાવવા પડશે. 

15 વર્ષથી ટી20 વર્લ્ડ કપ ટ્રોફીની રાહ 
ભારતીય ક્રિકેટ ટીમ અને તેનાં ફેન્સ ગયા 15 વર્શથી ટી20 વર્લ્ડ કપ ટ્રોફીની રાહ જોઇ રહ્યા છે. ભારતે વર્ષ 2007માં દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં પહેલી વાર ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ખાસ વાત છે કે ગૌતમ ગંભીર 2007ની ટી20 વિશ્વ વિજેતા ટીમનો હિસ્સો હતા. તેમણે મુકાબલામાં ઓપનર તરીકે 75 રન બનાવ્યા હતા. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને માત આપી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ