બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagr rupani cabinet school reopend
Ronak
Last Updated: 01:49 PM, 11 August 2021
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. અને જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં પ્રાથમીક શાળો શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રીએ મોટા સંકેત આપ્યા છે.
ADVERTISEMENT
શાળાઓ શરૂ કરવાના સંકેત
ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની યોજાયેલી કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા ગુજરાતમાં અગામી 15 ઓગસ્ટ બાદ પ્રાથમીક શાળાઓ શરૂ કરવાના સંકેત આપ્યા છે.
ADVERTISEMENT
લક્ષ્યાંક કરતા વધું સફળતાનો ઉલ્લેખ
ADVERTISEMENT
આ સિવાય ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ પ્રેસકોન્ફરન્સમાં કહ્યું કે સરકારે 9 દિવસ માટે સેવા યજ્ઞ કર્યો હતો. જેમા 21 લાખ 45 હજાર લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાથેજ તેમણે કહ્યું કે 9 દિવસમાં 1 લાખ 16 હજાર કામો થયા છે. વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે સરકાર દ્વારા જે કામો કરવામાં આવ્યા તેમાં તેમને લક્ષ્યાંક કરતા વધારે સફળતા મળી છે.
15 ઓગસ્ટ પછી શાળા ખોલવા મુદ્દે વિચારણા
ADVERTISEMENT
ખાસ કરીને શિક્ષણમંત્રીએ હવે તે સંકેત આપી દીધા છે, કે સરકાર 15 ઓગસ્ટ પછી સ્કૂલો ખોલવા બાબતે વિચારી રહી છે. આ બાબતે 15 ઓગસ્ટ બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવશે. જેમા ધોરણ 6 થી 8ના સ્કૂલો ખોલવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તેની પૂરેપૂરી શક્યતા છે.
માછીમારો અને ખેડૂતોને પુરતી સહાય
ADVERTISEMENT
વધુંમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ કહ્યું કે તૌઉતે વાવાઝોડાની તીવ્રતા સામે ઓછું નુકશાન થયું છે. સરાકર દ્વારા માછીમારોને સહાય પણ આપવામાં આવી તેમજ ખેડૂતોને સંતોષ થાય તે રીતે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે.
કથિત વીડિયો મામલે મહત્વનું નિવેદન
પરબત પટેલના કથિત વાયરલ વીડિયો મામલે પણ ભૂપેન્દ્રસિંહે મહત્વનું નિવેદન આપ્યું જેમા તેમણે કહ્યું કે પરબત પટેલ એક સન્માનનિય વ્યક્તિ છે. તેમની સામે કોઈએ ષડયંત્ર રચ્યું છે. ઉપરાંત સુરતની ગજેરા સ્કુલ મુદ્દે પણ શિક્ષણમંત્રીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. જેથી તેઓ જ્યારે જવાબ રજૂ કરશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.