બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / રાજકોટ / gandhinagar politics vijay rupani Important responsibility

રાજકારણ / ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર! પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી શકે છે આવી જવાબદારી

Kavan

Last Updated: 04:44 PM, 19 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવાયા છે. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે છે.

  • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી શકે મોટી જવાબદારી
  • રૂપાણીને પક્ષના સંગઠનમાં મળી શકે મોટી જવાબદારી- સૂત્ર  
  • કેન્દ્રીય સંગઠનમાં મળી શકે મહત્વની જવાબદારી-સૂત્ર

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વિજય રૂપાણીને પક્ષ દ્વારા મોટી જવાબદારી મળી શકે છે. તે એવું પણ જાણવા મળી રહ્યું છે વિજય રૂપાણીને કેન્દ્રમાં મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. 

રાજીનામુ આપ્યા બાદ આપ્યું હતું નિવેદન

રાજીનામુ આપ્યા બાદ વિજય રૂપાણીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે,જે ઘટનાઓ બની તેને હું ખૂબ સહજ રીતે જોવું છું. કોઈ મોટો ભૂકંપ થઈ ગયો કે, આશ્ચર્યજનક ઘટના છે એવું કાઈ જ નથી. પાંચ વર્ષ હાઈકમાન્ડ દ્વારા મને જે તક આપવામાં આવી છે. તે બદલ હું નરેન્દ્ર ભાઈનો તથા અમિત ભાઈનો આભારી છું કે, ગુજરાતની જનતાની સેવા કરવાની મને તક આપી, મને રાજીનામું આપ્યાનો કોઈ રંજ પણ નથી સંતોષપણ નથી. 

CM vijay rupani press conference on farmers protest and bharat bandh

હું તો CM જ રહીશ

વિજય રૂપાણીએ કહ્યું કે, મુખ્યમંત્રી હતો ત્યારે પણ CM હતો અને આજેપણ CM જ રહીશ. કારણ કે, CMનો અર્થ જ થાય છે કોમન મેન. તો અત્યારે પણ CM છું અને ભવિષ્યમાં પણ CM જ રહેવાનો છું.

આગળના દિવસે જ મને આપવામાં આવી હતી સૂચના

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીએ કહ્યું કે, આપણે પરિવર્તન કરી રહ્યા છીએ તો સ્વાભાવિક પરીવર્તનની પ્રક્રિયા છે. આવો નિર્ણય ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, અન્ય કોઈ ન કરી શકે. હાઈકમાન્ડનો આદેશ મળ્યો અને મેં તેનું પાલન કર્યું છે અને રાજીનામુ આપ્યું છે. આ અંગેની સૂચના રાજીનામું આપ્યાના આગળના દિવસે રાત્રે હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી. 
 હાઈકમાન્ડના આદેશ બાદ રાજીનામુ ધરી દીધું હતું. આ અંગેની સૂચના રાજીનામું આપ્યાના આગળના દિવસે રાત્રે હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી. 

અનેક યોજનાઓ મને જીવનભર યાદ રહેશે

પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, એવી અનેક યોજનાઓ છે જે મને જીવનભર યાદ રહેશે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રમાં પાણીનો મોટો પ્રશ્ન આપણે પૂરો કર્યો છે. તો સેવા સેતૂ મારફતે નાના માણસને પોતના તમામ હકો અપાવ્યા છે. 

પડકારરૂપ સમય કોરોનાની બીજી લહેર

કોરોનાની બીજી લહેરને પડકારરૂપ સમય ગણાવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે, આ સમયગાળામાં સમગ્ર ગુજરાતની જવાબદારી મારા પર હતી. ત્યારે કોરોનાકાળમાં જે કામ કર્યું છે તે પડકાર રૂપ હતું.

મંત્રીમંડળ અને પરિવારજનોનો મળ્યો સંપૂર્ણ સહકાર

કાર્યકાળ દરમિયાન તમામ મંત્રી મંડળનો પૂરતો સપોર્ટ મળ્યો અને ઘરમાં તો બધાનો હોય જ છતાં પત્ની તથા બાળકોનો પુરતો સહકાર મળ્યો હોવાની વાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. 

સંવેદનશીલતા દરેક વ્યક્તિમાં રહેવી જોઈએ

પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના પીઢ નેતા વિજય રૂપાણીએ કહ્યું કે, સંવેદનશીલતા હોવી તે ગુનો નથી. દરેક વ્યક્તિમાં સંવેદનશીલતા હોવી જરૂરી છે અને જે વ્યક્તિમાં તે નથી તે વ્યક્તિ જ નથી.પીડિત કે શોષિત માટે વેદના થવી જ જોઈએ આવું હું ચોક્કસપણે માનું છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ