બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / From which seats in Gandhinagar district, which faces can get seats, the name of Alpesh Thakor is in discussion from this seat.

ગુજરાત ઇલેક્શન / ગાંધીનગર જિલ્લાની કઇ બેઠક પરથી કયા ચહેરાઓને સ્થાન મળી શકે, આ સીટ પરથી અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામાં

Priyakant

Last Updated: 03:26 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર જિલ્લાની દક્ષિણ બેઠક પર સ્થાનિકને ટીકીટ આપવા ઉઠી માંગ, દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરનું નામ છે ચર્ચામાં, ગાંધીનગર ઉત્તર, દહેગામ બેઠક પર મોટા નેતાઓને લડાવી શકે છે કોંગ્રેસ

  • ગાંધીનગરની બેઠકોમાં ઉમેદવાર ક્યારે જાહેર થશે ?
  • ભાજપે માત્ર એક બેઠક પર ઉમેદવાર કર્યા જાહેર
  • કોંગ્રેસે 3 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે.  રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપે 166 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેમજ 16 બેઠકો પર ઉમેદવારોને લઈ ભાજપનું કોકડું ગુચવાયું છે. 

રિપોર્ટ મુજબ ગાંધીનગર જિલ્લાની બેઠકોમાં ટિકિટ આપવા મુદ્દે ભાજપમાં મૂંઝવણ છે. મહત્વનું છે કે, ગાંધીનગર જિલ્લાની એક બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે હવે ગાંધીનગર દક્ષિણ બેઠક પર સ્થાનિકને ટિકિટ આપવા માગ ઉઠી છે. તો બીજી તરફ દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો મુજબ ગાંધીનગર ઉત્તર બેઠક પર પાટીદાર ચહેરાને ભાજપમાંથી સ્થાન મળી શકે છે. 

ગાંધીનગર ઉત્તર બેઠક પર પૂર્વ મેયર રીટા પટેલ તથા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન પટેલને ટિકિટ મળી શકે છે. આ સાથે માણસા બેઠક પર ડી.ડી.પટેલ અને જે.એસ.પટેલના નામ પર ચર્ચા તો કલોલ બેઠક પર પાટીદાર કે ઠાકોર ચહેરાને ટિકિટ મળી શકે છે. મહત્વનું છે કે, કોંગ્રેસે ગાંધીનગર જિલ્લામા 3 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં માણસા બેઠક પર બાબુજી ઠાકોર, કલોલ બેઠક પર બળદેવજી ઠાકોર અને ગાંધીનગર દક્ષિણ બેઠક પર હિમાંશુ પટેલનું નામ જાહેર થયું છે. 

જોકે મહત્વની વાત છે કે,  કોંગ્રેસ ગાંધીનગર ઉત્તર અને દહેગામ બેઠક પર મોટા નેતાઓને લડાવી શકે છે. જેમાં દહેગામ બેઠક પર કામિનીબા રાઠોડ સાથે મહેન્દ્રસિંહ વાઘેલાના નામની ચર્ચા ચાલી રહી છે. આ સાથે ગાંધીનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ નીશીત વ્યાસના નામ અને વિરેન્દ્રસિંહ વાઘેલા અને શંકરસિંહ વાઘેલાના નામની પણ ચર્ચા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ