ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / PPF થઈ લઇને સુકન્યા સમૃદ્ધિ યોજના સુધી, નાની બચત યોજનાઓ પર સરકારનો મોટો નિર્ણય

BIG NEWS / PPF થઈ લઇને સુકન્યા સમૃદ્ધિ યોજના સુધી, નાની બચત યોજનાઓ પર સરકારનો મોટો નિર્ણય

Published By: Vishal Khamar

Last Updated: 10:58 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહી. સૌથી લોકપ્રિય પોસ્ટ ઓફિસ યોજનાઓમાં રોકાણ કરનારા રોકાણકારોને પહેલા જેવું જ વ્યાજદર મળતું રહેશે.

ADVERTISEMENT

વર્ષ 2025 ના છેલ્લા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજદોરની જાહેરાત કરી છે. આ વ્યાજદર તા. 1 જાન્યુઆરી થી તા. 31 માર્ચ 2026 સુધી લાગુ રહેશે. તેમજ સરકાર દ્વારા સ્પષ્ટતા કરી હતી કે આ ક્વાર્ટરમાં કોઈપણ નાની બચત યોજનાના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કરનારાઓને પહેલા જેવા જ વ્યાજદર મળતા રહેશે.

પીપીએફ, એનએસસી અનો પોસ્ટ ઓફિસ યોજનામાં રાહત

નાણામંત્રાલય દ્વારા જણાવ્યું હતું કે, જાન્યુઆરી-માર્ચ 2026 ના સમયગાળા માટે નાની બચત યોજનાઓ પર વ્યાજદર ઓક્ટોબર-ડિસેમ્બર 2025 જેટલા જ રહેશે. એટલે કે પ્રોવિડન્ટ ફંડ માં રોકાણકારોને 7.1 ટકા વ્યાજ મળતું રહશે. તેમજ પીપીએફ સલામત અને લાંબાગાળાના રોકાણ માટેનો વિકલ્પ માનવામાં આવે છે. એટલે તે મધ્યમવર્ગના રોકાણકારોમાં લોકપ્રિય છે.

સૌથી વધુ દીકરીઓ તેમજ સિનિયર સિટીઝનને ફાયદો થશે

ઊંચા વ્યાજદરની વાત કરવામાં આવે તો સિનિયર સીટીઝન સેવિગ્સ સ્ક્રીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજના હાલ લોકપ્રિય છે. સરકાર બંને યોજનાઓમાં 8.2 ટકા વ્યાજ આપે છે. જ્યારે નાની બચત યોજનાઓમાં સૌથી વધુ છે. તેમજ રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (nsc) માં રોકાણકારોને 7.7 ટકા નિશ્ચિત વળતર મળશે. જ્યારે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં 7.4 ટકા વ્યાજ દર સાથે નિશ્ચિત માસિક આવક આપે છે.

આ પણ વાંચોઃ હવે ક્રેડિટ કાર્ડ-લોન મેળવવું સરળ બન્યું, બસ અપનાવો આ 4 જોરદાર ટિપ્સ

kvp માં પૈસા નિર્ધારિત સમય બમણા થશે

કિસાન વિકાસ પત્રમાં રોકાણકારોને 7.5 ટકા વ્યાજ મળશે. આ યોજનાની ખાસ વાત એ છે કે રોકાણ કરેલી રકમ ચોક્કસ સમયગાળામાં બમણી થાય છે. સરકારનો નિર્ણય એવા રોકારણકારોને રાહત આપે છે. જેઓ સુરક્ષિત અને ગેરંટીકૃત વળતર ધરાવતી યોજનાઓ પસંદ કરે છે. યથાવત વ્યાજદરો રોકાણકારોની આયોજનાને અસર કરશે નહી. અને તેઓ પહેલાની જેમ તેમની બચત યોજનાઓમાં રોકાણ ચાલુ રાખી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Business Small Savings Schemes Interest Rate modi govt

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ