વર્ષ 2026માં હવે લોન લેવું સરળ બની શકે છે. જે લોકો ક્રેડિટ કાર્ડથી લોન લેવા માંગતા હોય તેમના માટે લોન લેવું સરળ બની શકે છે. પરંતુ લોન આપતી વખતે બેંકો તમારો ક્રેડિટ સ્કોર તપાસે છે. પરંતુ તમે અમુક સ્ટેપ્સ ફોલો કરીને ઇઝીલી લોન મેળવી શકો છો. ચાલો તેના વિષે જાણીએ.
- સમયસર પેમેન્ટ
ક્રેડિટ સ્કોર નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા તમારી હિસ્ટ્રીનો હોય છે. જેમાં EMI કે ક્રેડિટ કાર્ડ બિલ સમયસર પેમેન્ટમાં નિષ્ફળતા તમારા સ્કોરને અસર કરી શકે છે. આથી નિયત તારીખ પહેલાં બધી હોમ લોન, પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ હપ્તાઓ પેમેન્ટ જરૂરી છે. જેમાં ઓટો-ડેબિટનો ઉપયોગ ચૂકી ગયેલી પેમેન્ટની સંભાવના ઘટાડી શકે છે. આ સિવાય માત્ર મીનીમમ બેલેન્સ જ નહીં પણ તમારા ક્રેડિટ કાર્ડ પર બદજી બાકી રકમ ચૂકવી દેવી સારું માનવામાં આવે છે.
- વર્તમાન ક્રેડિટનો સમજદાર ઉપયોગ
માત્ર લોન જ નહીં પણ તેનો યોગ્ય ઉપયોગ ક્રેડિટ સ્કોર્સને પણ અસર કરે છે. જેમાં તમારી કુલ ક્રેડિટ લિમિટ 30% કરતા ઓછો ઉપયોગ કરવું સારું છે. વારંવાર બધી લિમિટ પુરી કરવાથી કે એક જ કાર્ડને ઓવરલોડ કરવાથી નેગેટિવ સંકેત મળે છે. અલગ અલગ માધ્યમોમાં તમારા ખર્ચને બેલેન્સ્ડ કરવો અને વધુ પડતું ઉધાર લેવાનું ટાળવું જરૂરી છે. ઓછો ક્રેડિટ ઉપયોગ તમારા આર્થિક બાબતો પર કંટ્રોલ દર્શાવે છે જેનાથી બેંકનો વિશ્વાસ વધે છે.

- ક્રેડિટ રિપોર્ટની સફાઈ
ક્રેડિટ રિપોર્ટમાં અમુકવાર ભૂલો હોય છે જે તમારા ક્રેડિટ સ્કોરને અસર કરે છે. આથી વર્ષમાં મિનિમમ એક વાર તમારા ક્રેડિટ રિપોર્ટને ચેક કરો અને કોઈ ખોટી એન્ટ્રીઓ, જૂના બંધ એકાઉન્ટ કે ખોટા બેલેન્સ પર તરત જ ઓબ્જેક્શન ઉઠાવો. અનનેસેસરી રીતે નવી લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી ન કરો. કેમ કે હાર્ડ ઇન્ક્વાયરી તમારા ક્રેડીટ સ્કોરને ઘટાડી શકે છે. જૂના અને સારી રીતે ચાલતા એકાઉન્ટ મેન્ટેન કરવા ફાયદાકારક છે.
તમે કોઈ શોર્ટકટ દ્વારા ક્રેડિટ સ્કોરને સુધારી શકતા નથી. ક્રેડિટ સ્કોર તરત નથી સુધારતો, તેના માટે સમય લાગે છે. એના માટે નાના, સ્થિર અને સ્માર્ટ નિર્ણયો લેવા જરૂરી છે. જેમાં સમયસર પેમેન્ટ, લીમીટેડ ખર્ચ અને નિયમિત દેખરેખ સાથે તમે વર્ષ 2026માં સારી ફાયનાન્શિયલ ઓળખ બનાવી શકો છો.
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ