બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 1.33 લાખ કરોડની સંપત્તિવાળા દુનિયાના મોટા અબજોપતિ 90 વર્ષની ઉંમરમાં રિટાયર

બિઝનેસ / 1.33 લાખ કરોડની સંપત્તિવાળા દુનિયાના મોટા અબજોપતિ 90 વર્ષની ઉંમરમાં રિટાયર

Published By: Nirav Kumar

Last Updated: 01:10 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોરેન બફેટ બર્કશાયર હેથવેના CEO પદેથી રીટાયર થયા છે. તેમની જગ્યા ગ્રેગ એબેલે લીધી છે. ગ્રેગ એબેલ જ તેમના અનુગામી મનાતા હતા.

લગભગ 60 વર્ષ સુધી બર્કશાયર હેથવેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રહ્યા બાદ વોરેન બફેટ રીટાયર થયા છે. તેઓ 1 જાન્યુઆરી, 2026 થી આ રોલ છોડી દેશે. પરંતુ 94 વર્ષીય બફેટ ચેરમેન બન્યા રહેશે. તેમની જગ્યાએ ગ્રેગ એબેલ હવે CEO બન્યા છે. એબેલ પહેલા કંપનીના નોન-ઇન્શ્યોરન્સ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ હતા તેઓ જ અનુગામી મનાતા હતા.

એક રિપોર્ટ મુજબ, બર્કશાયરને તાજેતરના વર્ષોમાં સ્પીડ જાળવી રાખવામાં મુશ્કેલી પડી છે કેમ કે, તે ખુબ મોટી કંપની થઇ ગઈ છે સાથે એક્વિઝિશન શોધવા માટે પણ સંઘર્ષ કરી રહી છે. તાજેતરમાં ઓક્સીકેમનું 9.7 બિલિયન ડોલરનું અધિગ્રહણ પણ બર્કશાયરના નફામાં ફરક લાવવા માટે પૂરતું નથી.

રિપોર્ટ અનુસાર, રોકાણકારો એબેલ બર્કશાયરના ફેરફારો પર નજર રાખશે. જેમ તેઓ કોઈ મોટા ફેરફારોની અપેક્ષા નથી રાખતા. બફેટ કંપની છોડવાના નથી અને એબેલ 2018 થી બર્કશાયરના તમામ બિન-વીમા વ્યવસાયોનું સંચાલન કરી રહ્યા છે. બફેટ ચેરમેન રહેશે અને નવા રોકાણો શોધવા અને એબેલને તેમની જરૂરિયાતો પર સલાહ આપશે.

એબેલ માટે બર્કશાયર ચલાવવાની રીતમાં કેટલાક ફેરફારો કરવા જરૂરી છે. તેમના માટે લગભગ 4,00,000 કર્મચારીઓ ડઝનબંધ પેટાકંપનીઓમાં ફેલાયેલા હોવાથી નેતૃત્વ માટે વધુ પરંપરાગત અભિગમ અપનાવવો સમજદારી રહેશે.

vtv app promotion
  • વર્તમાન પડકારો

બર્કશાયર હાલમાં 380 બિલિયન ડોલરથી વધુ રોકડ અને સરકારી બોન્ડ ધરાવે છે. નવા સીઈઓ સામે આ રકમનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો પડકાર રહેશે કેમ કે હાલમાં માર્કેટમાં મોટા અધિગ્રહણના અવસર ઓછા છે.

વધુ વાંચો : વર્ષના છેલ્લા દિવસે દોડ્યું શેરબજારનું ઘોડું! લીલા નિશાન પર ખુલ્યાં સેન્સેંક્સ-નિફ્ટી, આ શેરો છવાયાં

બફેટની સીઈઓ તરીકે નિવૃત્તિ અમેરિકન રોકાણ જગતમાં એક ઐતિહાસિક યુગનો અંત દર્શાવે છે. તેમની ધીરજ, પ્રામાણિકતા અને તર્કસંગત નિર્ણય લેવાની ક્ષમતાએ રોકાણકારો અને વ્યવસાયિક લીડરની પેઢીઓને પ્રભાવિત કર્યા છે. એવામાં બર્કશાયર ગ્રેગ એબેલના નેતૃત્વમાં એક નવી સફર શરૂ કરી રહ્યું છે, પરંતુ બફેટની શીખ અને વિરાસત હંમેશા કાયમ રહેશે તેવી રોકાણકારોને અપેક્ષા છે. 

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Warren Buffett Berkshire Hathaway CEO

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ