બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વર્ષના છેલ્લા દિવસે દોડ્યું શેરબજારનું ઘોડું! લીલા નિશાન પર ખુલ્યાં સેન્સેંક્સ-નિફ્ટી, આ શેરો છવાયાં

બિઝનેસ / વર્ષના છેલ્લા દિવસે દોડ્યું શેરબજારનું ઘોડું! લીલા નિશાન પર ખુલ્યાં સેન્સેંક્સ-નિફ્ટી, આ શેરો છવાયાં

Priyankka Triveddi

Last Updated: 11:32 AM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Today: આજે અઠવાડિયાના ત્રીજા દિવસે અને 2025 ના છેલ્લા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે. આજે BSE પર સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખૂલ્યું હતું .

Share Market 31 December: આજે વર્ષ 2025 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. 31 ડિસેમ્બરના રોજ BSE સેન્સેક્સ 118 પોઈન્ટના વધારા સાથે 84793 પર ખુલ્યો હતો. NSE નિફ્ટી પણ 32 પોઈન્ટ ઉછળીને 25971 પર ખુલ્યો હતો.

આ સેન્સેક્સ અને નિફ્ટીમાં આવેલા ઉછાળા અંગે એક્સપર્ટ કહે છે એશિયન શેરબજારો છેલ્લા છ વર્ષમાં તેમના સૌથી મજબૂત વાર્ષિક પ્રદર્શનના માર્ગ પર છે. જેનું મુખ્ય કારણ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે આવેલો ઉછાળો છે. તો બીજી તરફ વોલ સ્ટ્રીટ પર મંગળવારે શેરોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે વર્ષના અંત પહેલા મોટાભાગના રોકાણકારોએ તેમની પોઝિશન બંધ કરી દીધી હતી. તેમ છતાં S&P 500 વાર્ષિક 17 ટકાથી વધુના વધારા સાથે બંધ થવાની તૈયારીમાં છે.

stock-market

આ પણ વાંચો: ચાંદીનો ભાવ 6 લાખ રૂપિયા કિલો સુધી જશે, રોબર્ટ કિયોસાકીની વિસ્ફોટક આગાહી

vtv app promotion

સોના-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો

વર્ષ 2025માં મૂળવાં ધાતુઓ એટલે કે સોના અને ચાંદીએ નિવેશકોને ભરપૂર રિટર્ન આપ્યું છે. નિવેશકોને ચાંદીએ માલામાલ કરી દીધા છે. સોનું આ વર્ષે અત્યાર સુધીમાં 66 ટકા વધ્યું છે. જે 1979 પછીનો સૌથી મોટો વાર્ષિક નફો છે. જ્યારે ચાંદીમાં 157 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. વિશ્વની અન્ય કરન્સીની સરખામણીમાં અમેરિકી ડોલર ઇન્ડેક્સ 0.19 ટકા વધીને 98.19 પર પહોંચ્યો છે. આમ છતાં લગભગ 10 ટકાના વાર્ષિક ઘટાડા સાથે ડોલર વર્ષ 2017 પછીના તેના સૌથી ખરાબ પ્રદર્શન તરફ આગળ વધી રહ્યો છે.

Gold-and-Silver-Latest-Rate

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Share Market Today Stock Market Green Zone Share Market 31 December
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ