બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ચાંદીનો ભાવ 6 લાખ રૂપિયા કિલો સુધી જશે, રોબર્ટ કિયોસાકીની વિસ્ફોટક આગાહી

બિઝનેસ / ચાંદીનો ભાવ 6 લાખ રૂપિયા કિલો સુધી જશે, રોબર્ટ કિયોસાકીની વિસ્ફોટક આગાહી

Priyankka Triveddi

Last Updated: 10:21 AM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2025 માં સોના અને ખાસ કરીને ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી છે. ચાંદીના ભાવ હાઈએસ્ટ લેવલ પર પહોંચી ગયા છે અને હવે મોટા ભાગના એક્સપર્ટ પણ એવું અનુમાન કરી રહ્યા છે કે આવનાર વર્ષ 2026માં પણ ચાંદીના ભાવમાં તેજી જોવા મળી શકે છે.

Silver Rates in 2026: 2025નું વર્ષ સોના અને ચાંદીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. મોટાભાગના અનુમાનો મુજબ આવનાર વર્ષ 2026માં પણ તેની ગતિ તેજ રહી શકે છે. જોકે આ તેજીની વચ્ચે પ્રખ્યાત પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ' (Rich Dad Poor Dad) ના લેખક રોબર્ટ કિયોસાકીએ ચાંદીને લઈને એક મોટી વાત કહેતા રોકાણકારોને મહત્વપૂર્ણ સલાહ આપી છે.

silver-jweellry

રોકાણકારોને કિયોસાકીની રોકાણકારોને સલાહ

રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર રોકાણ સંબંધિત સલાહ આપતા રહે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચાંદીને લઈને એક પોસ્ટ કરી છે. જે એવા સમયે આવી છે જ્યારે સોમવારે ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો હતો.

કિયોસાકીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે,

"શું ચાંદીનો પરપોટો ફૂટવાનો છે? મને ચાંદી ખૂબ જ પસંદ છે, મેં મારી પ્રથમ ચાંદી 1965માં ખરીદી હતી, પરંતુ શું સાચે જ ચાંદીનો પરપોટો ફૂટવાનો છે? FOMO એટલે કે તક ગુમાવી દેવાના ડરનો ઉન્માદ કહેર વરસાવવાનો છે."

ચાંદીના ખરીદદારોને સલાહ આપતાં તેમણે આગળ લખ્યું કે જો તમે ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ધીરજ રાખો. ભવિષ્યમાં તક ગુમાવી દેવાના ડરથી પ્રેરાઈને ખરીદી ન કરો. પહેલા કિંમતમાં ઘટાડો થવાની રાહ જુઓ પછી રોકાણ કરો. તેમણે વધુમાં કહ્યું કે મારા પિતાની શીખ યાદ રાખો કે 'નફો ખરીદતી વખતે થાય છે, વેચતી વખતે નહીં.' સમજદાર રોકાણકારો માટે ધીરજ સૌથી જરૂરી છે."

ચાંદી માટે 6 લાખનો ટાર્ગેટ

કિયોસાકીએ ચાંદી માટે નવો ટાર્ગેટ આપતા કહ્યું કે મારું માનવું છે કે ચાંદી 2026માં 100 ડોલરથી ઉપર જશે કદાચ 200 ડોલર પ્રતિ ઔંસ એટલે ​​કે લગભગ 6 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પણ પહોંચશે."

સોમવારે ચાંદીના ભાવમાં છેલ્લા 5 વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી પોતાના ઉચ્ચ સ્તરથી એક ઝાટકે 21511 રૂપિયા પ્રતિ કિલો તૂટી ગઈ હતી. જોકે ગઇકાલે મંગળવારે તેમાં ફરીથી જોરદાર ઉછાળો આવ્યો અને 5% થી વધુની તેજી સાથે સોમવારના ઘટાડાની ભરપાઈ કરી દીધી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હાજર ચાંદી 3.7%ની તેજી સાથે 74.85 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો: ભારત માટે મોટા ખુશખબર, સરકારની આ મોટી ચિંતા ટળી ગઈ, લોકોને પણ લાભ

vtv app promotion

રોબર્ટ કિયોસાકીના નવા ટાર્ગેટ અને સલાહને સરળ શબ્દોમાં સમજીએ તો તેમનુ માનવું છે કે ચાંદીનું લાંબા ગાળાનું ભવિષ્ય ઉજ્જવળ છે પરંતુ ટૂંકા ગાળાના રોકાણકારો માટે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. અસાધારણ લાભ પછી બજારમાં ઘટાડો સ્વાભાવિક છે. જોકે, ચાંદી 200 ડોલરના મહત્વાકાંક્ષી લક્ષ્ય સુધી પહોંચશે કે કેમ, તે વૈશ્વિક વિકાસ અને ઔદ્યોગિક માંગ જેવા ઘણા પરિબળો પર નિર્ભર રહેશે. ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે પણ થાય છે, જેના કારણે તેની કિંમતોમાં વધઘટ થાય છે. જે લોકો વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે ચાંદી એક સારો વિકલ્પ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Silver Price Silver Price Forecast 2026 Robert Kiyosaki on Silver
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ