બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત માટે મોટા ખુશખબર, સરકારની આ મોટી ચિંતા ટળી ગઈ, લોકોને પણ લાભ

બિઝનેસ / ભારત માટે મોટા ખુશખબર, સરકારની આ મોટી ચિંતા ટળી ગઈ, લોકોને પણ લાભ

Ajitsinh Jadeja

Last Updated: 09:25 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Economy: ભારત માટે આર્થિક મોરચે મહત્વપૂર્ણ સમાચાર છે. ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

India Economy: ભારત માટે આર્થિક મોરચે મહત્વપૂર્ણ સમાચાર છે. ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. સરકારી આંકડા અનુસાર ભારતે જાપાનને પાછળ છોડી આ સ્થાન હાકલ કર્યુ છે. આનાથી ભારત આગામી અઢી થી ત્રણ વર્ષમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમનું સૌથી મોટું ઇકોનોમી બનવાની ઉમ્મીદ વધી ગઇ છે.

modi-mitr

2030 સુધીમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની અપેક્ષા

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર ભારત હવે 4.18 ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વનું ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ સિદ્ધિ સાથે ભારત હવે જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમે પહોંચવા તરફ નજર રાખી રહ્યું છે, જે 2030 સુધીમાં પુરી થવાની આશા છે. હાલમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું અને ચીન બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે.

નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ 8.2 ટકા હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળા કરતાં નોંધપાત્ર રીતે સારો હતો. પ્રથમ ક્વાર્ટરમાં 7.8 ટકા અને ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 7.4 ટકાનો વિકાસદર નોંધાયો હતો.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ લગાવી મોહર

ભારતીય ઇકોનોમીના આ વિકાસમાં ખાનગી વપરાશ અને મજબૂત સ્થાનિક માંગે મુખ્ય ભૂમિકા ભજવી છે. સરકારનું કહેવું છે કે દેશમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો છે અને મોઘવારી નિયંત્રણમાં છે. વિશ્વ બેંક, આઇએમએફ અને મૂડીઝ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ ભારતીય વ્યવસ્થા માટે સકારાત્મક અંદાજો વ્યક્ત કર્યા છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 1 જાન્યુઆરીથી 'ઝીરો ટેરિફ'! ટ્રમ્પના ટેરિફ વૉર વચ્ચે ભારતે ખેલ્યો જોરદાર ખેલ

અઢી થી ત્રણ વર્ષમાં 7.3 ટ્રિલિયન ડોલર ઇકોનોમી

ભારત 2047 સુધીમાં એટલે કે આઝાદીના 100 વર્ષ પુરા થવા સુધી વિકસિત દેશોની હરોળમાં જોડાવાનું લક્ષ્ય ધરાવે છે. નિષ્ણાતો માને છે કે ભારતમાં જે રીતે ધિરાણ પ્રવાહ અને શહેરી વપરાશ વધી રહ્યો છે, તે જોતાં આગામી અઢી થી ત્રણ વર્ષમાં ભારત 7.3 ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી તાકાત બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Economy Japan Economy GDP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ