બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:45 PM, 30 December 2025
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવીને ભલે ઝટકો આપ્યો હતો. પરંતું એનાથી ભારતીય અર્થતંત્ર પર મોટી અસર થવા પામી નથી. તેનું મુખ્ય કારણ છે મોદી સરકારની રણનીતિ. એના કારણે ટ્રમ્પ ટેરિફ-ટેરિફ રમતા રહ્યા અને ભારતે આખી રમત ઉલટાવી દીધી હતી. ભારત એક પછી એક ઘણા દેશો સાથે ઝીરો ટેરિફ ડીલ કરી રહ્યું છે. ભૂતકાળમાં ન્યૂઝીલેન્ડ અને ઓમાન સાથે કરાર કર્યા પછી ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર કરારમાં એક નવો વળાંક આવ્યો છે. બંને દેશો વચ્ચે થયેલા કરાર પછી ઓસ્ટ્રેલિયા 1 જાન્યુઆરી 2026 થી તમામ ભારતીય નિકાસને ટેરિફ મુક્ત કરશે.
ADVERTISEMENT
As we mark the 3rd anniversary of the India-Australia Economic Cooperation & Trade Agreement (Ind-Aus ECTA), we celebrate a partnership that has translated intent into impact.
— Piyush Goyal (@PiyushGoyal) December 29, 2025
Over the past three years, the Agreement has delivered sustained export growth, deeper market access,… pic.twitter.com/uV6ILiOdq2
100% વસ્તુઓ ટેરિફ-મુક્ત રહેશે
ADVERTISEMENT
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સોમવારે ભારત-ઓસ્ટ્રેલિયાનાં આર્થિક સહયોગના ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ મહત્વપૂર્ણ સમાચાર શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે જાહેરાત કરી કે ઓસ્ટ્રેલિયા તા. 1 જાન્યુઆરી 2026 થી ભારતીય નિકાસ માટે તેની તમામ ટેરિફ લાઈન ઘટાડીને શૂન્ય કરશે. એટલે કે નવા વર્ષથી ભારતથી ઓસ્ટ્રેલિયા જતી 100 ટકા વસ્તુઓ ટેરિફ-મુક્ત રહેશે.

ADVERTISEMENT
આ ક્ષેત્રોને મોટો ફાયદો થશે
રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ઓસ્ટ્રેલિયામાં નિકાસમાં આઠ ટકાથી વધુનો વધારો થયો છે. આ એ હકીકતનું ઉદાહરણ છે કે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો વધુ મજબૂત બન્યા છે. ગયા નાણાકીય વર્ષમાં ઓસ્ટ્રેલિયા સાથેના વેપારમાં ઉત્પાદન, રસાયણો, કાપડથી લઈને ફાર્મા, પેટ્રોલિયમ અને રત્નો અને ઝવેરાત ક્ષેત્રોની નિકાસમાં મજબૂત વધારો થયો છે. હવે 100% ભારતીય માલને ડ્યુટી ફ્રી કરીને, ખાસ કરીને શ્રમ-આધારિત કાપડ, ચામડું, રત્ન-ઝવેરાત અને પ્રોસેસ્ડ ફૂડ ક્ષેત્રોને મોટો ફાયદો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે એપ્રિલથી નવેમ્બર 2025 દરમિયાન રત્નો અને ઝવેરાતની નિકાસમાં 16% નો વધારો થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પતિની હત્યા, જેલવાસ, અને અંતે જતા બાંગ્લાદેશના પ્રથમ મહિલા PM ખાલિદા ઝિયા બન્યા 'આયર્ન લેડી'
ઓમાન સાથે કરાર: અગાઉ, ભારત અને ઓમાન
ADVERTISEMENT
વચ્ચે એક વ્યાપક આર્થિક ભાગીદારી કરાર ભારત-ઓમાન CEPA પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા . આ કરાર હેઠળ, ઓમાન ભારતને તેની ટેરિફ લાઇનના 98.08% સુધી ટેરિફ-મુક્ત ઍક્સેસ પ્રદાન કરશે. આ ભારત દ્વારા ઓમાનમાં નિકાસ કરવામાં આવતા માલના 99.38%ને આવરી લે છે. બીજી તરફ, ભારતે તેની કુલ ટેરિફ લાઇનના 77.79% પર ડ્યુટી રાહત આપી છે, જે ઓમાનથી આયાત કરવામાં આવતા માલના 94.81%ને આવરી લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.