બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / From now on Rajya Sabha will not get 30 minutes break for namaz, Dhankhad made a big change in the rule

BIG NEWS / હવેથી રાજ્યસભામાં નમાઝ માટે નહીં મળે 30 મિનિટનો વિરામ, ધનખડે કર્યો નિયમમાં મોટો બદલાવ

Megha

Last Updated: 08:47 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભામાંથી એક સમાચાર સામે આવ્યા છે કે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સંસદ સત્ર દરમિયાન દર શુક્રવારે અડધો કલાકના નમાઝના બ્રેકને લઈને મોટો નિર્ણય લીધો છે.

  • રાજ્યસભામાંથી એક મોટાં સમાચાર સામે આવ્યા 
  • નમાઝ માટે મળતો અડધો કલાકનો બ્રેક રાજ્યસભામાં નાબૂદ
  • રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યો બદલાવ 

Namaz Break in Rajya Sabha: રાજ્યસભામાંથી એક મોટાં સમાચાર સામે આવ્યા છે. સંસદ સત્ર દરમિયાન દર શુક્રવારે નમાઝ માટે મળતો અડધો કલાકનો બ્રેક રાજ્યસભામાં ખતમ કરવામાં આવ્યો છે. આ બદલાવ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કર્યો છે. સાથે જ તેને લગતા નિયમોમાં પણ ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

હાલમાં, રાજ્યસભામાં લંચ બ્રેક દર શુક્રવારે બપોરે 1:00 થી 2:30 વાગ્યા સુધી હોય છે, જ્યારે લોકસભામાં લંચ બ્રેક બપોરે 1:00 થી 2:00 વાગ્યા સુધી હોય છે. રાજ્યસભામાં આ વધારાનો અડધો કલાક નમાઝ માટે આપવામાં આવ્યો હતો, જેને હવે અધ્યક્ષે નિયમોમાં ફેરફાર કરીને ખતમ કરી દીધો છે. 

આ મામલો 8મી ડિસેમ્બર એટલે કે શુક્રવારનો છે. રાજ્યસભામાં શુક્રવારે લંચ પછી, જ્યારે ગૃહની બેઠક બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ, ત્યારે ડીએમકેના સાંસદ તિરુચી શિવાએ આ મુદ્દો ઉઠાવ્યો, તેમણે કહ્યું કે દર શુક્રવારે ગૃહની બેઠક બપોરે 2.30 વાગ્યે શરૂ થતી હતી. આ વખતે 2 વાગ્યે શરૂ કરવામાં આવ્યું છે, તેનો સમય ક્યારે બદલાયો, આ ફેરફાર કેમ થયો તેની સભ્યોને ખબર નથી.

તેના પર અધ્યક્ષે જવાબ આપ્યો કે આ ફેરફાર આજથી નથી, આ ફેરફાર તેઓ પહેલા જ કરી ચુક્યા છે, તેમણે આનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લોકસભાની કામગીરી 2 વાગ્યાથી શરૂ થાય છે, બંને લોકસભા અને રાજ્યસભા સંસદનો હિસ્સો છે, કામકાજના સમયમાં સમાનતા હોવી જોઈએ, તેથી તેઓએ આ અંગે પહેલાથી જ નિયમો બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ