બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / From Deepika to Kareena-Sonam, these actresses don't celebrate Karwa Chauth ,

ગપશપ / દિપીકાથી લઈને કરીના-સોનમ સુધી, કરવાચોથ નથી ઉજવતી આ અભિનેત્રીઓ, પતિ માટે નથી રાખતી વ્રત

Megha

Last Updated: 09:24 AM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બરના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે એવામાં ઘણી અભિનેત્રીઓ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓ તેમાં વિશ્વાસ નથી કરતી

  • પરિણીત મહિલા માટે કરવા ચોથનો દિવસ ખાસ રહે છે
  • બોલિવૂડ અભિનેત્રીઓમાં પણ આ તહેવારને લઈને ઘણો ઉત્સાહ હોય
  • પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી છે જે આ વ્રતમાં વિશ્વાસ નથી કરતી

લગભગ દરેક પરિણીત મહિલા માટે કરવા ચોથનો દિવસ ખાસ રહે છે. આ દિવસે દરેક સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બરના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. બોલિવૂડ અભિનેત્રીઓમાં પણ આ તહેવારને લઈને ઘણો ઉત્સાહ હોય છે અને ઘણી અભિનેત્રીઓ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી છે જે તેમાં વિશ્વાસ નથી કરતી. 

Karva Chauth 2023 pooja rules disha and fal know everything about it

જેમાં પહેલું નામ આવે છે પીઢ બોલિવૂડ અભિનેત્રી રત્ના પાઠકનું. તેઓ માને છે કે વિધવા થવાના ડરથી પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખવાની જરૂર નથી. અભિનેત્રી રત્ના પાઠક શાહે પણ કરવા ચોથ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. 

બોલિવૂડની બેબો કરીના કપૂર ખાનને પણ આ વાત ઝડપથી સમજવામાં મુશ્કેલી પડે છે. કરવા ચોથના વ્રત રાખવા પર તેને કહ્યું કે પ્રેમ વ્યક્ત કરવા માટે ઉપવાસ રાખવાની જરૂર નથી અને તે દરેક તહેવારને ધામધૂમથી ઉજવવાનું સમર્થન કરે છે.

અ લીસ્ટમાં સોનમ કપૂર પણ છે જે તેના પતિ આનંદ આહુજા માટે કરવા ચોથનું વ્રત નથી રાખતી.

ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારના લગ્નને 22 વર્ષ થયા છે, પરંતુ તેણે ક્યારેય તેના પતિ માટે કરવા ચોથનો ઉપવાસ કર્યો નથી. ટ્વિંકલ માને છે કે એક વ્યક્તિના ઉપવાસથી બીજાની ઉંમર વધી શકતી નથી.

પૂજાની થાળીમાં ન ચૂકશો આમાંથી એક પણ ચીજ, જાણો પૂજા અને ચંદ્રદર્શનનો સમય | Karwa  Chauth Pooja thali list, chandradarshan time and pooja muhurat

દીપિકા પાદુકોણ પણ તેના પતિ રણવીર સિંહ માટે કરવા ચોથનું વ્રત નથી રાખતી. દીપિકાનું માનવું છે કે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે વ્રત રાખવા કરતાં એકબીજાને સાથ આપવો વધુ જરૂરી છે.

બોલિવૂડ અભિનેત્રી હેમા માલિની પણ આ વિશે આવું જ કંઇક વિચારે છે. તે માને છે કે પ્રેમ હૃદયમાં હોય છે તેથી જ લગ્નના આટલા વર્ષો પછી પણ તે તેના પતિ ધર્મેન્દ્ર માટે કરવા ચોથનું વ્રત નથી રાખતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ