બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Friendship program of Gujarat Kshatriya Thakor Samaj held at Kheralu, Mehsana

નિવેદન / '..અડધા તો ભાજપમાં આવી ગયા', અલ્પેશ ઠાકોરનું નિવેદન ફરી ચર્ચામાં, સમાજના નેતાઓને શાબ્દિક ટાંકણી મારી

Dinesh

Last Updated: 08:37 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahesana News: MLA અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો તો આપણા સમાજના કેટલાક લોકોએ બહુ કાગારોળ કરી હતી, હમણાં તો દરરોજ કોઈ ને કોઈ ભાજપમાં જોડાય છે ત્યારે કોઈ પણ બોલતો નથી

  • ખેરાલુમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમ 
  • હું પાર્ટીની શિસ્તમાં રહી સમાજ માટે લડી રહ્યો છું: અલ્પેશ ઠાકોર
  • 'દરરોજ કોઈ ને કોઈ ભાજપમાં જોડાય છે ત્યારે કોઈ બોલતો નથી'

મહેસાણાના ખેરાલુ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે આ દરમિયાન પોતાના જ સમાજના નેતાઓને નામ લીધા વિના તેમના પર આકાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અલ્પેશ ઠાકોરે પોતાની સમાજના નેતાઓને કહ્યું હતું કે, હું જ્યારે ભાજપમાં આવ્યો ત્યારે આપણા લોકોએ બહુ કાગારોળ કરી હતી પરંતુ હમણા તો દરરજો આવે છે ત્યાં બોલતાય નથી.

'તમારા પોતાના તો ઠેકાણા છે નહીં'
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો તો આપણા સમાજના કેટલાક લોકોએ બહુ કાગારોળ કરી હતી. હમણાં તો દરરોજ કોઈ ને કોઈ ભાજપમાં જોડાય છે ત્યારે કોઈ પણ બોલતો નથી અને જે બોલતા હતા તેમાંથી અડધા તો ભાજપમાં આવી ગયા છે. તેમણે કહ્યું કે, એક બાજુ રણ અને રણના એવા કીડામકોડા થઈને એ લોકો ફરે છે, હમણાં ગોઝારિયામાં આપણા સમાજના આગેવાનો એવું કહેતા હતા કે આપણા સમાજના ભાજપના ધારાસભ્ય રહ્યા ને એતો બોલી નથી શકતા અને બોલવા માટે ચિઠ્ઠી આપવી પડે છે, પણ મારે એમણે એટલું જ કહેવું છે કે, પહેલા તમારા પગ ઢીલા થઈ ગયા એ ભેગા કરો. તમારા પોતાના તો ઠેકાણા છે નહીં 

વાંચવા જેવું: ભાજપમાં ભરતી મેળો: કોંગ્રેસના મોટાગજાના નેતાએ 2500 કાર્યકરો સાથે કર્યો કેસરિયો, કહ્યું રામના વિરોધી હોય ત્યાં નથી રહેવું

'...સમાજ માટે લડી રહ્યો છું'
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, હું પાર્ટીની શિસ્તમાં રહી સમાજ માટે લડી રહ્યો છું.  વધુમાં કહ્યું કે, ચોમાસુ આવે એટલે દેડકા બહાર આવશે પણ તમે ચિંતા ના કરો તમારા મનમાં જે છે એ મને ખબર જ છે, હું સમાજ માટે સરકાર પાસે 100 વિઘા જમીન માગવાનો છું. સમાજ સમજુ અને શિક્ષિત બને એમાજ સમાજની પ્રગતિ છે, એપ્રિલ માસમાં ચાર ખૂણા માટે ચાર રથ બનાવવા જઈ રહ્યો છું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ