બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:58 PM, 4 February 2024
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણ પહલ ચહલ શરૂ થઈ ગઈ છે. નિવેદનબાજીથી લઈ જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે જૂનાગઢના ભેંસાણમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષના ઉમેદવાર અરવિંદ લાડાણી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે પોતના કાર્યકરો સાથે કેસરિયા કર્યા છે.
આણંદ જીલ્લાનાં ખંભાત ખાતે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઇ પટેલ અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
— C R Paatil (@CRPaatil) February 4, 2024
ચિરાગભાઇએ ઘરવાપસીનાં કાર્યક્રમને રામમંદિર સાથે જોડ્યો એ માટે એમને અભિનંદન પાઠવ્યા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સદાય સંકલ્પબદ્ધ હોય… pic.twitter.com/8lEATKGfcK
ADVERTISEMENT
સી આર પાટીલે શું કહ્યું ?
સી આર પાટીલના હસ્તે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જાડાયા છે. તેમની સાથે સાથે તેમના લગભગ 1500થી વધારે સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, ચિરાગ પટેલને તેમની ભૂલ સમજાઈ એટલે તેઓ પરત ભાજપમાં ફર્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સહિત વિવિધ પક્ષ અને અપક્ષના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે.
વાંચવા જેવું: મોઢું ઓછું ખૂલતું હોય તો ચેતજો! ગુજરાતમાં 10માંથી આટલા લોકોનું ડાચું બંધ, એક્સપર્ટે આપી 'જડબા'તોડ સલાહ
કોંગ્રેસમાં કંઈ જ લેવાનું નથી: ચિરાગ પટેલ
આ વેળાએ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કંઈ જ લેવાનું નથી, તે કોંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે. જે ભગવાન રામનો વિરોધ કરતા હોય તો ત્યાં રહેવું યોગ્ય નથી. જેથી હું ભાજપ જોડાયો છું. આપને જણાવી દઈએ કે, 2022માં ચિરાગ પટેલનો 3,711 મતથી વિજય થયો હતો. જો કે, ખંભાતની વાત કરવામાં આવે તો છેલ્લા 30 વર્ષથી અહીં ભાજપનો દબદબો રહ્યો હતો. જો 2022ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જાહેરાતથી જન આક્રોશ ફેલાયો હતો. જેના પરિણામાં કોંગ્રેસના ચિરાગ પટેલને 69,069 મત મળ્યા હતા. જ્યારે ભાજપના મહેશ રાવળને 65,358 મત મળ્યા હતા. તે સમય આ બેઠક કોંગ્રેસે જીતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.