બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Free travel in AMTS for the second year in a row on Raksha Bandhan Day for women in Ahmedabad city

અમદાવાદ / મહિલાઓને રક્ષાબંધન ગિફ્ટઃ સતત બીજા વર્ષે AMTSમાં વિનામૂલ્યે મુસાફરી, જુઓ બસના રૂટનો સમય અને લિસ્ટ

Dinesh

Last Updated: 10:45 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news : રક્ષાબંધનના તહેવારને ઊજવવા માટે પોતાના લાડકા વીરાને રક્ષાસૂત્ર બાંધવા જનારી બહેનો આખો દિવસ AMTSમાં ફ્રી મુસાફરી કરી શકશે

  • અમદાવાદ શહેરમાં મહિલા પેસેન્જર્સ માટે ખાસ ખુશખબરી
  • વીરાને રક્ષાસૂત્ર બાંધવા જનારી બહેનો આખો દિવસ AMTSમાં ફ્રી મુસાફરી
  • સતત બીજા વર્ષે મહિલા પેસેન્જર્સને રક્ષાબંધને ફ્રી મુસાફરીનો લહાવો


ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને લઈને આવનારો રક્ષાબંધનનો તહેવાર આ વખતે તા. ૩૦ ઓગસ્ટે ઊજવાશે. બેન્કો દ્વારા પણ તે દિવસે જાહેર રજા રખાઈ છે. રક્ષાબંધનના આ તહેવાર નિમિત્તે AMTSના સત્તાવાળાઓ દ્વારા મહિલા પેસેન્જર્સ માટે ખાસ ખુશખબરી અપાશે. આ પવિત્ર તહેવારને ઊજવવા માટે પોતાના લાડકા વીરાને રક્ષાસૂત્ર બાંધવા જનારી બહેનો આખો દિવસ AMTSમાં ફ્રી મુસાફરી કરી શકશે. AMTSના ભાજપના શાસકો સતત બીજા વર્ષે મહિલા પેસેન્જર્સને રક્ષાબંધને ફ્રી મુસાફરીનો લહાવો આપવાના છે. AMTS બસ સેવા શહેરના ખૂણેખાંચરે પેસેન્જર્સને ઉપલબ્ધ છે. હવે તો શહેરની આજુબાજુનાં ગામો જેવાં કે, દેવડી, વિવેકાનંદનગર, વિનોબાભાવેનગર, રજોડા પાટિયા, બારેજા આંખની હોસ્પિટલ, આરોહી હોમ્સ, રાંચરડા, શીલજ, બોપલ, લીલાપુર, જાસપુર, કુંજાડ, વાંચ, ગતરાડ, ચોસર, મોટી ભોયણી ચોકડી, ડભોડા, લપકામણ, પાલડી-કાંકજ, શેરથા, નાંદેજ-બારેજડી, ખાત્રજ ચોકડી, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, વિશાલા ટાઉનશિપ, ‌ત્રિમંદિર, કા‌સિન્દ્રાના પેસેન્જર્સને પણ AMTSનો લાભ મળી રહ્યો હોઈ રોજના 4.27 લાખથી વધુ પેસેન્જર્સ મુસાફરી કરે છે.

Topic | VTV Gujarati

મહિલાઓને રક્ષાબંધને ફ્રી મુસાફરીનો લાભ 
AMTSના રોજના 4.27 લાખથી વધુ પેસેન્જર્સ પૈકી બે લાખ જેટલા મહિલા પેસેન્જર્સ હોઈ આ મહિલાઓને રક્ષાબંધને ફ્રી મુસાફરીનો લાભ મળી શકે તે માટે તા.29 ઓગસ્ટે મળનારી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં આને લગતી દરખાસ્ત મુકાઈ હોવાનું AMTSના ચેરમેન વલ્લભ પટેલ જણાવે છે. AMTSના ચેરમેન વલ્લભ પટેલ વધુમાં જણાવે છે કે આવતી કાલે નવાં રંગરૂપ અપાયેલા ચાંદખેડા-ઝુંડાલના ટર્મિનસનું મેયર કિરીટ પરમારના હસ્તે લોકાર્પણ કરાશે. સવારના 11.૦૦ વાગ્યે ચાંદખેડાના સાર‌િથ બંગલોઝ ટર્મિનસના લોકાર્પણની સાથે મહિલા બસનો પ્રારંભ પણ કરાશે. AMTSના અત્યારે જમાલપુર, પાલડી, મેમનગર, નારણપુરા, શ્રીનાથ, અચેર, વસ્ત્રાલ, મેમ્કો અને ભૈરવનાથ એમ નવ ડેપો અને લાલ દરવાજા, પાલડી, વાસણા, જૂના વાડજ, અખબારનગર, સારંગપુર, મણિનગર,   હાટકેશ્વર, નરોડા, ભક્તિ સર્કલ અને સાર‌િથ બંગલોઝ એમ કુલ 12 ટર્મિનસ છે.

મહિલા બસનો નવતર પ્રયોગ
AMTSનાં 12 ટર્મિનસ પૈકી ચાંદખેડાના સાર‌િથ બંગલોઝને લાલ દરવાજા ટર્મિનસ બાદ નવાં રંગરૂપ અપાયાં છે. આશરે 1904 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા આ ટર્મિનસને રૂ. 1,65,59,019ના ખર્ચે તૈયાર કરાયું છે. સાર‌િથ બંગલોઝ ટર્મિનસમાં નવો આરસીસી રોડ, પેસેન્જર્સને બેસવા માટે નવો શેડ, ફૂટપાથ પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ-ગ્રીલ, કંટ્રોલ કેબિન, સિક્યોરિટી   કેબિન, પાણીનો બોર, ઠંડા પાણીની પરબ, સીસીટીવી કેમેરા તથા લાઇટ પોલની સુવિધા ઊભી કરાઈ છે. આ ટર્મિનસ ખાતેથી પાંચ બસ રૂટ પસાર થતા હોઈ કુલ 47 બસની અવરજવર થતી હોઈ પેસેન્જર્સ માટે પે એન્ડ યુઝ ટોઇલેટની વ્યવસ્થા પણ ઊભી કરાઈ હોવાનું AMTSના ચેરમેન પટેલ વધુમાં જણાવે છે. આવતી કાલે સવારે બે મહિલા બસને પણ મેયર કિરીટ પરમાર લીલી ઝંડી દાખવશે. વર્તમાન ચેરમેનના કાર્યકાળમાં પહેલી વખત મહિલા બસનો નવતર પ્રયોગ હાથ ધરાઈ રહ્યો છે. 

AMTSની ભેટ: 10 જ દિવસમાં 764 દિવ્યાંગોને અપાયા 'Free' પાસ, મુસાફરોમાં  હર્ષની લાગણી | AMTS provided 'free' travel passes to 764 disabled persons  in just ten days

રૂટ નંબર-401 વાસણાથી ચાંદખેડા સવારે મહિલા બસ દોડશે
રૂટ નંબર-401 કે જે વાસણાથી ચાંદખેડાનો છે તેમાં સવારના 8.55 વાગ્યે મહિલા બસ ચાંદખેડાથી દોડશે, જ્યારે સવારના 9.10 વાગ્યે વાસણાથી મહિલાઓ માટેની વિશેષ બસ દોડશે. સાંજના 5.55 વાગ્યે ચાંદખેડાથી અને સાંજના 6.00 વાગ્યે વાસણાથી મહિલા બસ ઉપલબ્ધ થશે.

રૂટ નંબર-66/3માં મહિલા બસની સુવિધા
નરોડા ટર્મિનસથી અરવિંદ પોલિકોટ વચ્ચેના રૂટ નંબર-66/3માં સવારના 9.05 વાગ્યે મહિલા બસ દોડશે, જ્યારે વળતી ‌ટ્રિપમાં અરવિંદ પોલિકોટથી નરોડા ટર્મિનસ વચ્ચે સાંજના 5.30 વાગ્યે મહિલા બસ દોડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ