બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Four candidates through the High Court regarding the assembly election results

અરજી / ગુજરાતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારો હાઇકોર્ટના શરણે, વિધાનસભાના પરિણામ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Dinesh

Last Updated: 04:11 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણી પરિણામને લઈ ભાજપ-કોંગ્રસના ચાર નેતાઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે, સોગંદનામાંની વિગતોમાં ભૂલ તેમજ પરિણામોના સર્ટિફિકેટ સહિતના કારણો અરજીમાં દર્શવાયા

  • વિધાનસભા ચૂંટણી પરિણામને લઈ ચાર ઉમેદવારો હાઈકોર્ટના દ્વારે
  • હર્ષદ રિબડીયા, લલિત કથગરા, રઘુ દેસાઈ અને હિતેશ વસાવાની HCમાં અરજી 
  • સોગંદનામાંની ભૂલ,પરિણામોના સર્ટિફિકેટ સહિતના કારણો અરજીમાં દર્શવાયા


વિધાનસભાની ચૂંટણી પરિણામ બાદ હારેલા ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે, સમગ્ર મામલો આ રીતે છે કે, તેમના હરીફ અને વિજેતા ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં ફોર્મ સ્વીકાર્યા હોવાનો અરજીમાં આક્ષેપ કર્યો છે અને હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ઉમેદવારો હાઇકોર્ટના શરણે
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના હારેલા ચાર ઉમેદવારો હર્ષદ રિબડીયા, લલિત કથગરા તેમજ રઘુ દેસાઈ અને હિતેશ વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે, તેમણે આક્ષેપ કર્યો છે કે, વિજેતા ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં ફોર્મ સ્વીકારવામાં આવ્યાં છે. સોગંદનામાની વિગતોમાં ભૂલ તેમજ પરિણામોના સર્ટિફિકેટ સહિતના કારણો તેમણે અરજીમાં દર્શવી છે. અરજીમાં ચૂંટણીપંચ સહિત રિટર્નીગ ઓફિસરને પક્ષકાર બનાવાયા છે. વિજેતા ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં ફોર્મ સ્વીકાર્યા હોવાનો પણ તેમણે અરજીમાં આક્ષેપ કર્યો છે.

લલિત કથગરા

રઘુ દેસાઈએ ચૂંટણી અધિકારીના નિર્ણયને લઈ અરજીમાં દલીલ પણ કરી છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, પરિણામ બાદ અમને 58% મતદાનનું સર્ટિફિરેટ અપાયુ છે અને રાત્રે 10 વાગ્યે ચૂંટણી અધિકારીએ 64% મતદાન થયાનું જાહેર કર્યુ છે.

રઘુ દેસાઈ

અગાઉ રઘુ દેસાઈએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ કર્યો હતા
અગાઉ રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો લગાવતા રાજકારણ ગરમાયું હતું. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર પણ લખ્યો હતો. સાથે જ તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ તેમની હારની પાછળ કોંગ્રેસના માણસો જ જવાબદાર હોવાનું કહ્યું હતું. તેમજ  ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો લગાવતા કોંગ્રેસમાં રાજકીય હલચલ વધી હતી. રઘુ દેસાઈએ તેમની હાર માટે જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આથી જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ પણ કરી હતી જો કે જગદીશ ઠાકોરે આ આક્ષેપોને ફગાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ