બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મતદાર યાદી સુધારણામાં લાખો ફોર્મ ભરાયા, 30 જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ

ગાંધીનગર / મતદાર યાદી સુધારણામાં લાખો ફોર્મ ભરાયા, 30 જાન્યુઆરી સુધી ભરી શકાશે ફોર્મ

Vishal Khamar

Last Updated: 06:06 PM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 30 જાન્યુઆરી સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

30 જાન્યુઆરી સુધી વાંધા-દાવાઓ રજૂ કરી શકાશે

હવે તા.30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.22 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 6,54,594 ફોર્મ 6 અને 6એ મળ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સ્કૂલવાન સહિત 3 વાહનો બેફામ AMTS ચાલકની અડફેટે, CCTV કાળજું કંપાવનારા

ચકાસી તેના નિકાલની કામગીરી હાથ ધરાશે

જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 12,59,229 ફોર્મ 7 મળ્યા છે. જ્યારે સુધારણા તથા સ્થળાંતરના હેતુ સાથે કુલ 5,04,835 ફોર્મ 8 પ્રાપ્ત થયા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા દાવાઓ અને વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Voter list reform campaign Gandhinagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ