બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Former South Africa captain AB de Villiers described the match conditions of the 2015 World Cup

ખુલાસો / 'મે ઈંજેક્શન લીધા અને..' એબી ડિવિલયર્સએ વર્લ્ડ કપની પહેલા સિક્રેટ રાજ ખોલ્યું, કહાની જાણવા જેવી

Kishor

Last Updated: 10:15 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સએ 2015 વર્લ્ડ કપની મેચની સ્થિતિ વર્ણવી જણાવી આ દરમિયાન તે બીમાર હોવાની વાત જણાવી હતી.

  • દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સનો ખૂલાસો
  • 2015 વર્લ્ડ કપની મેચની સ્થિતિ વર્ણવી
  • આ મેચ પહેલા તે બીમાર હતો

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સની તોફાની બેટિંગથી ભાગ્યે જ કોઈ ચાહકો અજાણ હશે. 2015 ની વેસ્ટ ઇન્ડિઝ સામેની વર્લ્ડ કપની મેચમાં એબીડીએ માત્ર 66 બોલમાં 162 રન કરી અને અણનમ રહ્યો હતો. આ દરમિયાન તે  દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન હતો અને તેણે પોતાની ઈનિંગ દરમિયાન 17 ફોર અને આઠ સિક્સર ફટકારી હતી આ તોફાની બેટિંગના કારણે દક્ષિણ આફ્રિકાએ 408 જેટલા રન બનાવ્યા હતા. હેવે તેને ખુલાસો કર્યો છે કે આ મેચ પહેલા તે બીમાર હતો.

સંન્યાસ બાદ IPLમાં ફરી વાપસીની તૈયારીમાં આ સુપરસ્ટાર ખેલાડી, મળશે આ ખાસ  જવાબદારી | ab de villiers who is going return to ipl can get this important  responsibility

હું બીમાર થઈ ગયો અને મેં ઇન્જેક્શન લીધા..

એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે મેચની સવારે તે બીમાર હતો અને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા તે વોર્મ અપ પણ નહોતો કર્યો. તેણે કહ્યું હતું કે બેટિંગ પહેલા તે ઊંઘ લઇ રહ્યો હતો કારણ કે દવાઓને કારણે તેની ઊંઘ વેરણ થઈ હતી. જીઓ સિનેમાના હોમ ઓફ ફિરોઝ પર તેમણે સમગ્ર સ્થિતિ વર્ણવતા કહ્યું કે સીડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં 2015 ની આ વાત છે. ત્યારે અમે વેસ્ટ ઇન્ડીઝ સામે વર્લ્ડકપ રમી રહ્યા હતા. આ દરમિયાન હું નર્વસ હતો પરંતુ મારા માટે કરો યા મરોનો મેચ હતો. મેચ અગાઉ સવારે ત્રણ વાગ્યે હું બીમાર થઈ ગયો અને અમે ઇન્જેક્શન લીધા ત્યારબાદ ઊંઘ આવી ન હતી. બાદમાં ગ્રાઉન્ડ પર પહોંચી મેં કોચને વોર્મ અપ કરવાને બદલે સુવા માટે કહ્યું હતું.

અધૂરી નીંદરને પગલે બોલ મોટો દેખાયાનો દાવો

જ્યાં પૂરતી ઊંઘ ન લેવા છતાં પણ તે ધીમી ગતિએ સમગ્ર સ્થિતિ નિહાળી રહ્યો હતો અને આ બાદમાં અડધી નિંદરને પગલે તે સામાન્ય દિવસો કરતા બોલને મોટો જોઈ રહ્યો હતો. વધુમાં તેણે કહ્યું કે હું પ્રથમ બોલે જ આઉટ થઇ શકું તેવી સ્થિતિ હતી. પરંતુ ચિંતા છોડી અને અધૂરી નીંદરને પગલે બોલ મોટો દેખાતા મેં આનંદદાયક મેચની ઇનિંગ રમી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ