બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former MP from Panchmahal seat and former chairman of Panchmahal Dairy Bhupendrasinh Solanki joins BJP

લોકસભા ચૂંટણી 2024 / પંચમહાલના પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાયા, 2019માં કરી હતી અપક્ષ ઉમેદવારી

Dinesh

Last Updated: 05:02 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: પંચમહાલ બેઠકના પૂર્વ સાંસદ અને પંચમહાલ ડેરીના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકીએ આજે કેસરિયા કર્યા છે. તેઓએ આજે ફરી ભાજપ ઘરવાપસી કરી છે

લોકસભાની ચૂંટણી 2024ને લઈ રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ક્યાંક વિરોધ તો કયાંક પ્રચાર રેલીઓ તો વળી કયાંક પક્ષ પલટાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપે ગુજરાતની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે તો બીજી તરફ કોંગ્રેસની ચાર બેઠકો પર ઉમેદવારોને લઈ કોકડું હજુ સુધી ગુચવાયેલું છે. જો કે, આ બધી રાજકીય ચહલ-પહલ વચ્ચે પંચમહાલમાં કેટલાક રાજકીય અને સહકારી આગેવાનો ભાજપ જોડાયા છે.  

પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાયા
પંચમહાલ બેઠકના પૂર્વ સાંસદ અને પંચમહાલ ડેરીના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકીએ આજે કેસરિયા કર્યા છે. જેઓએ આજે ફરી ભાજપ ઘરવાપસી કરી છે. તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ  બે વખત સાંસદ રહી ચૂક્યા છે.  ભૂપેન્દ્રસિંહને વર્ષ 2019માં ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. 

.

આ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી
પંચમહાલ બેઠક 2008ના નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી. બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ આ બેઠક ઉપર ભાજપનું શાસન છે. ભાજપે રતનસિંહ રાઠોડને ફરી રિપીટ ન કરતા રાજપાલસિંહ જાધવને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. ઉમેદવારો જાહેર થયા બાદ પ્રચાર-પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે સ્થાનિક સ્તરે ઉમેદવારો સામે અસંતોષની વાત પણ વહેતી થઈ છે. ભાજપ કેન્દ્ર સરકારના વિકાસ કાર્યો અને નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ ધરીને લડે છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારનો દાવો છે કે તેની વ્યક્તિગત છાપ જ જનતાની નજરમાં પૂરતી છે.. બંને ઉમેદવારો બે દાયકાથી વધુની રાજકીય કારકિર્દીનો અનુભવ ધરાવે છે 

  • પંચમહાલ બેઠકના ઉમેદવારો કોણ

કોણ છે રાજપાલસિંહ જાદવ?
વર્ષ 2000થી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ગ્રામપંચાયત, જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા છે. કાલોલ તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે રહ્યા છે. 2021માં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતાં.

કોણ છે ગુલાબસિંહ ચૌહાણ?
લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે. ગુલાબસિંહ ચૌહાણના પિતા વાહનવ્યવહાર મંત્રી રહી ચુક્યા છે. અઢી દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા. 

વાંચવા જેવું: ભારે કરી! દાહોદમાં હજુ તો બ્રિજનું લોકાર્પણ જ થયું, ત્યાં તો બીજા જ દિવસથી લાગી ગયા પ્રવેશબંધીના બેરિકેડ, આવું કેમ?

પંચમહાલમાં કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ?
ઠાસરા
બાલાસિનોર
લુણાવાડા
શહેરા
મોરવાહડફ
ગોધરા
કાલોલ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ