બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Former Gujarat Congress in-charge Raghu Sharma loses in Rajasthan, BJP candidate Shatrughan wins by 7542 votes
Last Updated: 11:15 PM, 3 December 2023
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારી રઘુ શર્મા રાજસ્થાનમાં કેકરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આજે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થતા કેકરી બેઠક પરથી 7542 મતોથી રઘુ શર્માની હાર થઈ હતી. જ્યારે ભાજપનાં શત્રૂધ્ર ગૌતમની કેકરી બેઠક પરથી જીત મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા કોગ્રેસનાં નેતાઓ જ રઘુ શર્માને હરાવવા માટે મેદાને પડ્યા હતા.
રઘુ શર્માએ ઉમેદવારી નોંધાવતા જ વિરોધ થયો હતો
ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા માટે કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને પડ્યા છે. રઘુ શર્માને હરાવવા ગુજરાત કોંગ્રસના નેતાઓ રાજસ્થાન જશે. રઘુ શર્મા પર બાયડનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા આક્ષેપ કર્યો છે કે ગુજરાત ચૂંટણી દરમ્યાન રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે સોદો કર્યો હતો. બંને નેતાઓએ રૂપિયા લઈને કોંગ્રેસનો સોદો કર્યો હતો. મારી ટિકિટ કાપીને રઘુ શર્માએ સોદેબાજી કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારાને રાજસ્થાનમાં હરાવવાનાં પ્રયાસ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી અનેક નેતાઓ રાજસ્થાન જઈ રહ્યા હોવાનો જશુભાઈએ દાવો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.