બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાંતામાં સ્થાનિકોએ તીર-કામઠાથી પોલીસ-ફોરેસ્ટ ટીમ પર હુમલો કર્યો, વાહનો સળગાવ્યા, 35 જવાન ઘાયલ

બનાસકાંઠા / દાંતામાં સ્થાનિકોએ તીર-કામઠાથી પોલીસ-ફોરેસ્ટ ટીમ પર હુમલો કર્યો, વાહનો સળગાવ્યા, 35 જવાન ઘાયલ

Vishal Khamar

Last Updated: 09:53 PM, 13 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાંતા તાલુકાના પાડલીયા ગામે વન વિભાગની જમીનનો છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વન વિભાગ અને પોલીસની ટીમો વિવાદિત જગ્યાએ પહોંચતા સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરી તીર-કામઠાથી હુમલો કર્યો હતો. જેમાં વન વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી વન વિભાગની જમીનના વિવાદને લઈ આજે પરિસ્થિતિ તંગ બની જવા પામી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ વન વિભાગ અને પોલીસની ટીમ પર પથ્થરમારો કરી તીર-કામઠાથી હુમલો કર્યો હતો. જેમાં પોલીસ અને વન વિભાગના કુલ 35 કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાડલીયા ગામમાં વન વિભાગની જગ્યાને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદિત જગ્યાના સમાધાન માટે વન વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં પહોંચી હતી. ગામમાં પહોંચતાની સાથે જ વન વિભાગની ટીમ પર તેમજ પોલીસની ટીમ પર અચાનક ધસી આવેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

અંબાજી નજીક થયેલ પથ્થરમારા બાદ બનાસકાંઠા કલેક્ટર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટર મિહિર પટેલ અને અધિક કલેક્ટરે તમામ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. ધારાસભ્ય અનિકેત ઠાકર પણ ઈજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાતે પહોંચ્યા હતા. દાંતા મામલતદાર સહિતના તાલુકાનું આખું વહીવટી તંત્ર અંબાજી સિવિલ પહોંચ્યું હતું.

હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશેઃ મિહિર પટેલ (કલેક્ટર)

આ બાબતે કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું ક, 9 ઈજાગ્રસ્ત લોકોને પાલનપુર રિફર કરવામાં આવ્યા છે. આ હુમલો પૂર્વનિયોજિત હોવાનો કલેક્ટરે દાવો કર્યો છે. પથ્થર, ભૂપમ અને તીર-કામઠા વડે હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે. હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરીને સજા આપવામાં આવશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર રોડ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન બાબતે પથ્થરમારો થયો હતો. ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થરમારો થતા નાસભાગ મચી જવા પામી હતી. ફોરેસ્ટ અધિકારીઓ પર થયેલા હુમલાની જાણ પોલીસને થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અંબાજી પીઆઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

અંબાજીના પાડલીયા ગામે ફોરેસ્ટ વિભાગની કર્મચારીઓ પર સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની જાણ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા પોલીસને કરવામાં આવતા અંબાજી પીઆઈ આર.બી.ગોહિલ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્તળે પહોંચ્યા હતા. અંબાજી પીઆઈ આર.બી. ગોહિલને તીર મારવામાં આવ્યું હતું. કાનના ભાગે તીર વાગતા પીઆઈ બેભાન થઈ જવા પામ્યા હતા. હાલ પીઆઈની હાલત ગંભીર છે.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

અંબાજીના પાડલીયા ગામે સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તેમજ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો ગંભીર બનવા પામ્યો હતો. બનાવની ગંભીરતાને જોતા અંબાજી પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થાનિકો દ્વારા અંબાજી પીઆઈ પર પણ તીરથી હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ 'મેં તમને ધારાસભ્ય બનાવ્યાં' ભરુચના સાંસદ મનસુખ વસાવા અને MLA દર્શના દેશમુખ વચ્ચે ચકમક ઝરી

પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ સળગાવવામાં આવી

મામલો વધુ બિચકતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. પથ્થરમારા દરમ્યાન પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ગાડીઓને પણ નુકસાન થવા પામ્યું હતું. સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળતા લોકોએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો અને સળગાવી દીધી હતી. હુમલામાં અનેક પોલીસ કર્મચારીઓ તેમજ ફોરેસ્ટના કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha news Ambaji Banaskantha
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ