બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / for remdesivir injection RT-PCR Test report no need Health Department
ADVERTISEMENT
રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે એક તરફ અછત અને પડાપડી થઈ રહી છે. તો રેમડીસિવિર ઈન્જેક્શનને લઈ સૌથી મોટો નિર્ણય કર્યો છે. હવે રેમડીસિવિર માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત નથી. HRCT અને રેપીડ એન્ટીજન રિપોર્ટ આધારે પણ ઈન્જેક્શન મળી શકશે. આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પણ આ પરિપત્ર જાહેર કર્યો છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણય કરાયો છે.

ADVERTISEMENT
સરકારે એક જ દિવસમાં ખરીદ્યા નવા 2 લાખ ઈન્જેક્શન
આ સાથે રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે 2 લાખ કરતા વધુ ઇન્જેક્શન ખરીદ્યા છે. એન્ટીજન ટેસ્ટના આધારે પણ ઇન્જેક્શન આપવામાં આવશે. એક જ દિવસમાં 2 લાખથી વધુ ઇન્જેક્શનની ખરીદી કરવામાં આવી રહી છે. તો રાજ્યમાં હવે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાય છે.
ADVERTISEMENT

સરકારના વકીલ કમલ ત્રિવેદીએ રેમડેસિવિર અંગે આપ્યું નિવેદન
ADVERTISEMENT
ગુજરાત હાઈકોર્ટેમાં આજે ફરી સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે અનેક મામલે સરકાર પાસેથી જવાબ લીધા હતા. તો પત્રકારો સાથે વાતચીત કરતા સરકારના વકીલે રેમડેસિવિર અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. AG કમલ ત્રિવેદીએ કહ્યું, રેમડેસિવિરનું ઉત્પાદન સરકારના કંટ્રોલમાં નથી. ફૂડ અને ડ્રગ્સ વિભાગનો પણ તેના પર કંટ્રોલ નથી. આ સાથે કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, નાના બાળકો, ગરીબ વર્ગો માટે સરકારે કોવિડ સેન્ટરો બનાવ્યા છે. અને હોસ્પિટલ બહાર જે રીતે એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી રહીને રાહ જુએ છે. તે મામલે SOP બહાર પડાશે. અને દર્દીને કઈ હોસ્પિટલમાં દાખલ કરવાના છે તેની સ્પષ્ટતા પહેલા કરાશે. તેવી વાત પણ સરકારના વકીલ કમલ ત્રિવેદીએ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.