બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પુન: ફ્લાવર શો શરૂ, જાણો એન્ટ્રી ફી કેટલી રહેશે, જતા પહેલા જાણી લો ટિકિટના દર

જોવાલાયક / અમદાવાદમાં પુન: ફ્લાવર શો શરૂ, જાણો એન્ટ્રી ફી કેટલી રહેશે, જતા પહેલા જાણી લો ટિકિટના દર

Last Updated: 12:40 PM, 3 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ખાતે તારીખ ત્રણ થી ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે. જોકે આ વર્ષે રાત્રિના પણ શો ખુલ્લો મુકવામાં આવનાર છે. જેમાં નાગરિકો નાઈટ ફ્લાવર પાર્કની મુલાકાત લઇ શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 1 જાન્યુઆરીનાં રોજ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતું સાત દિવસનાં રાષ્ટ્રીય શોકને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો તા. 3 જાન્યુઆરી એટેલ કે આજથી ફ્લાવર શો ખુલ્લો મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નાગરિકો પાર્કની રાત્રે મુલાકાત લઈ શકશે

અમદાવાદમાં નાગરિકો ફ્લાવર શોની સાથે સાથે નાઈટ ફ્લાવર પાર્કની મજા માણી શકશે. શહેરના રિવરફ્રન્ટ પર આવેલા ફ્લાવર પાર્કના ગ્લોગાર્ડનમાં આ પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમા આગામી 3 જાન્યુઆરીથી નાગરિકો માટે પાર્કને ખુલ્લો મુકાશે. નાઈટ ફ્લાવર પાર્ક હોવાની નાગરિકો પાર્કની રાત્રે મુલાકાત લઈ શકશે. આ ઉપરાંત જંગલની થીમમાં બનાવાયેલા પાર્કમાં 40થી વધુ પ્રાણીઓ અને કાર્ટુન કેરેક્ટરના સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. આખા પાર્કમાં ડાન્સિંગ ફ્લોર સહિત વિવિધ લાઈટ અને ટનલ જેવા લાઇટિંગ શોના પ્રકલ્પો મુકાયા છે. પ્રવેશની વાત કરીએ તો નાગરિકોને ફ્લાવર શોની ટિકિટમાં જ એન્ટ્રી મળશે.

આટલી ટિકીટ હશે

ફલાવર શો જોવા માંગતા મુલાકાતીએ સોમથી શુક્રવાર રૂપિયા 70 તથા શનિ અને રવિવારના રોજ રૂપિયા 100 ચૂકવવા પડશે. આ ઉપરાંત સવારે 9થી 10 તથા રાત્રે 10થી 11નો સમય પ્રાઈમ ટાઈમ રાખવામાં આવ્યો છે. જેમાં પ્રતિ વ્યકિત રૂપિયા 5૦૦ ટિકીટ દર રાખવામાં આવ્યા છે. ૩ જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફલાવર-શોનો રાજયના મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો હતો. અમદાવાદમાં વર્ષ-2013થી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલાવર-શોનું આયોજન કરવામાં આવે છે. ફલાવર-શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે.

વધુ વાંચો: અમદાવાદમાં આજથી ફ્લાવર શો શરૂ, CMના હસ્તે કરાયા શ્રીગણેશ, Photos જોઇ જવાનું મન થઇ જશે

ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન હાથ ધરાશે

કાંકરિયા કાર્નિવલમાં પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલ તેમજ આંગણવાડીમાં અભ્યાક કરતા 1000 જેટલા બાળકો દ્વારા એક સાથે કેન્ડી, ચોકલેટ ખોલી તેને સંપૂર્ણ ખાઈને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે બાદ વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ હંગામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઈટ એન્ડ સાઉન્ડ શો લેસર શો અને ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યુ હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flower Show Ahmedabad Flower Show Flower show 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ