બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Fire in MV Kavaratti ship coast guard rescue operation saved all passengers seas off lakshadweep coast

બચાવ / મધદરિયે જહાજમાં લાગી આગ, એન્જિનોએ કામ બંધ કરી દેતાં 700 મુસાફરોના જીવ અધ્ધર, પછી ભારતીય કોસ્ટ ગાર્ડે કરી બતાવ્યું આ કામ

ParthB

Last Updated: 04:48 PM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાની વચ્ચે આવેલી એમવી કવરત્તી નામના જહાજમાં લાગેલી આગને કાબૂમાં લઈને જહાજમાં સવાર લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવી લેવાયા

  • કવરત્તી જહાજમાં 624 મુસાફરો અને 85 ક્રૂ મેમ્બર સવાર હતાં. 
  • કવરત્તી જાહજમાં આગ લાગતાં ભારતીય કોસ્ટ ગાર્ડ  તેની મદદ આવ્યું
  • જાહજના તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

કવરત્તી જહાજમાં 624 મુસાફરો અને 85 ક્રૂ મેમ્બર સવાર હતાં. 

કોચી અને લક્ષદ્વીપ ટાપુઓ વચ્ચે ચાલતાં એમવી કવરત્તીમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં છે. આ આગ જહાજના એન્જિનન રૂમમાં લાગી હતી. આ ઘટના સમયે તેમાં 624 મુસાફરો અને 85 ક્રૂ મેમ્બર હતા. જ્યારે આ ઘટના સમુદ્રના ઉંચા મોજાની વચ્ચે બની ત્યારે જહાજ લક્ષદ્વીપ દ્વીપસમૂહના એક ભાગ એન્ડ્રોથ દ્વીપ તરફ જઈ રહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ જહાજ સમર્થને તેની મદદ માટે મોકલવામાં આવ્યું હતું.

કવરત્તી જાહજમાં આગ લાગતાં ભારતીય કોસ્ટ ગાર્ડ  તેની મદદ આવ્યું

આ જહાજ કવરત્તીથી એન્ડ્રોથ જઈ રહ્યું હતું. આગની માહિતી મળતાં, પેટ્રોલિંગ જહાજ સમર્થ એમવી કવરત્તીને 30 નોટિકલ માઈલના અંતરે લઈ ગયા. આગના કારણે એન્જિન યોગ્ય રીતે કામ કરી રહ્યા ન હતા. આ ઉપરાંત એમવી કવરત્તી પરની લાઈટો પણ જતી રહી હતી. બધા મુસાફરોને સુરક્ષિત અને ઝડપથી બહાર કાઢવા માટે શેલ ડોરનું સંચાલન કરી શકાતું ન હતું અને તેથી કોસ્ટ ગાર્ડ તમામ ક્રૂ અને મુસાફરોને સલામત સ્થળે લઈ જવા માટે જહાજને એન્ડ્રોથ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  

જાહજના તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

જહાજ આજે એન્ડ્રોથ પહોંચી રહ્યું છે, જ્યાં 274 મુસાફરોને કિનારે ઉતારવામાં આવશે અને બાકીના 350 મુસાફરોને કોચી જવા માટે અન્ય જહાજ એમવી કોરલ પર મોકલવામાં આવશે. અહેવાલો અનુસાર, કોસ્ટ ગાર્ડ જહાજે 6.15 વાગ્યે ફસાયેલા જહાજને બીજી તરફ લઈ જવાનું શરૂ કર્યું અને આજે રાત્રે 11 વાગ્યા સુધીમાં દરિયાકિનારે પહોંચવાની અપેક્ષા છે. ફસાયેલા જહાજની મદદ માટે મોકલવામાં આવેલ એમવી કોરલ પણ તેની સાથે છે.

એન્જિનમાં અચાનક આગ લાગી હતી

સત્તાવાર અહેવાલો અનુસાર, એમવી કાવરત્તી મંગળવારે કોચીથી લક્ષદ્વીપ માટે રવાના થયા હતા અને ત્યારબાદ કેટલાક મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા. તે પછી, બુધવારે જહાજ એન્ડ્રોથ અને દ્વીપસમૂહના અન્ય ટાપુઓ તરફ જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની. જહાજ એન્ડ્રોથથી માત્ર થોડા કલાકો દૂર હતું ત્યારે તેના એન્જિનમાં આગ લાગી. જો કે આગની જ્વાળાઓ તરત જ ઓલવાઈ ગઈ હતી, પરંતુ એન્જિનો બંધ કરવા પડતાં જહાજ આગળ વધી શક્યું ન હતું. MV કાવરત્તીને ખાસ કરીને લક્ષદ્વીપ ટાપુઓના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેને 2008માં રજૂ કરવામાં આવી હતી. 120 મીટર લાંબુ આ જહાજ 700 મુસાફરો અને 200 ટન સામાન લઈ જઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ