બ્રેકિંગ ન્યુઝ
VTV / Find out the result of CBSE Std. 10 and 12 when it will come, big update given by the Minister of Education
ADVERTISEMENT
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામની પ્રતિક્ષા કરી રહેલા વિદ્યાર્થીઓ અંગે મોટું અપડેટ છે. સુપ્રીમ કોર્ટની ડેડલાઈન પછી હવે ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદનથી પરિણામ જલદીથી આવવાની સંભાવના છે. સીબીએસઈ ધોરણ 10 અને 12 ના પરિણામ બહાર પડ્યા બાદ સત્તાવાર વેબસાઈટ cbse.nic.in, cbse.gov.in, cbseacademic.nic.in પર જોઈ શકાશે.
JEE (Advanced) 2021 examination for admission in #IITs will be held on the 3rd October, 2021. The examination will be conducted adhering to all Covid-protocols.@DG_NTA @PIBHRD @EduMinOfIndia @IITKgp @PMOIndia
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 26, 2021
ADVERTISEMENT
JEE (એડવાંસ્ડ) 2021 3 ઓક્ટોબર લેવાશે
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જેઈઈ એડવાંસ્ડ પરીક્ષાની તારીખની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે JEE (એડવાંસ્ડ) 2021 ની પરીક્ષા 3 ઓક્ટોબરે લેવાશે. આઈઆઈટી ખડગપુરના વહિવટીય તંત્ર દ્વારા 25 જુને પ્રવેશ પરીક્ષા સંબંધિત માહિતી પુસ્તિકા જારી કરી દીધી છે. ઉમેદવારો jeeadv.ac.in પર રજિસ્ટ્રેશન, અરજી, પાત્રતા તથા પરીક્ષાની જાણકારી મેળવી શકે છે.
ADVERTISEMENT
શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરીને આપી જાણકારી
શિક્ષણ મંત્રી ધર્મન્દ્ર પ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું કે આઈઆઈટીમાં એડમિશન માટે જેઈઈ 2021 પરીક્ષા 3 ઓક્ટોબર યોજાશે. કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને આ પરીક્ષા લેવામાં આવશે.
આઈઆઈટી ખડગપુર આયોજિત કરી રહી છે પરીક્ષા
આ વર્ષની જેઈઈ એડવાંસ્ડ પરીક્ષા આઈઆઈટી ખડગપુર આયોજિત કરી રહી છે. પ્રતિષ્ઠિત આઈઆઈટીમાં એડમિશન માટે જેઈઈ એડવાંન્સ્ડ લેવામાં આવે છે જ્યારે દેશભરની એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે જેઈઈ મેન્સ લેવામાં આવે છે. ।
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.