બ્રેકિંગ ન્યુઝ
કેન્દ્ર સરકારે GST પ્રાપ્તિમાં ચાલૂ નાણાંકીય વર્ષ દરમિયાન આવનારી સંપત્તિ 1.10 લાખ કરોડ રૂપિયાના ઘટાડાને પુરુ કરવા માટે રાજ્યો માટે એક વિશેષ ઉધાર બારીની શરુઆત કરી છે. જેના હેઠળ રાજ્યોને દરેક અઠવાડિયે એક વળતર રકમ આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT

નાણા મંત્રાલય તરફથી આ જાહેર કરાયેલા નિવેદનમાં સોમવારે કહ્યું કે તેઓએ GST વળતર માટે 6,000 કરોડ રુપિયાનું 12મો અઠવાડીક હપ્તો જારી કર્યો છે. આ રકમમાં 5,516.60 કરોડ રૂપિયાની રકમ 23 રાજ્યોને જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
જ્યારે 483.40 કરોડ રૂપિયાની રકમ વિધાનસભાવાળા ત્રણ સંઘ શાસિત પ્રદેશ - દિલ્હી, જમ્મૂ-કાશ્મીર અને પોંડિચેરીને જારી કરવામાં આવી છે. આ રાજ્ય પણ GST સભ્ય છે.
મંત્રાલયે કહ્યું કે આ રકમ 4.43 ટકાના વ્યાજ દર પર ઉધાર લેવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી GSTમાં અંદાજીત આવકની અછતની 65 ટકા રકમ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જારી કરવામાં આવી ચૂકી છે. આ રકમમાં 65,582.96 કરોડ રૂપિયા રાજ્યો અને 6,417.04 કરોડ રૂપિયાની રકમ વિધાનસભાવાળા ત્રણ સંઘ શાસિત પ્રદેશોને જારી કરવામાં આવ્યાં.
ADVERTISEMENT
આમ હજુ સુધી 12 હપ્તામાં 72,000 કરોડ રૂપિયાની રકમ GSTના વળતર તરીકે જારી કરવામાં આવી ચૂકી છે. આ રાશિ સરરેરાશ 4.70 ટકા વ્યાજ પર મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.