બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Filling a pot with water in the house will remove the negative energy

Vastu Tips / જોરદાર વાસ્તુ ટિપ્સ: ઘરમાં આ જગ્યાએ વાસણમાં પાણી ભરીને મૂકી દો, દૂર થશે નેગેટિવે એનર્જી-સુખ અને સમૃદ્ધિ આવશે જીવનમાં

Kishor

Last Updated: 11:22 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં પાણીને લઇને અનેક ખાસ વાતો કહેવામાં આવી છે. જ્યોતિષાચાર્ય આરતી દહિયા પાસેથી કેટલીક પાણી અને મુખ્ય દ્વારને લગતી વાસ્તુ ટિપ્સ જાણીએ...

  • વાસ્તુશાસ્ત્રમાં પાણીને લઇને અનેક ખાસ વાતો
  • પાણીથી ભરેલું વાસણ રાખવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ
  • જ્યોતિષાચાર્યમાં કેટલીક પાણી અને મુખ્ય દ્વારને લગતી વાસ્તુ ટિપ્સ

વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારને લઇને ટિપ્સ આપવામાં આવી છે. એવી માન્યતા છે કે મુખ્ય દ્વારમાં રાખેલી અનેક વસ્તુઓ તમારા ઘરમાં સમૃદ્ધિના દ્વાર ખોલે છે. ઘરના વડિલોના મોઢેથી તમે અનેક વખત સાંભળ્યું હશે કે ઘરમાંથી બહાર જતી વખતે ખાલી વાસણ ન જોવું જોઇએ, તેનાથી તમે જે કામ કરવા જાવ છો તેમાં નિષ્ફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે. આવી જ રીતે જો તમે મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલું વાસણ રાખવાને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પાણીને લઇને અનેક ખાસ વાતો કહેવામાં આવી છે. જ્યોતિષાચાર્ય આરતી દહિયા પાસેથી કેટલીક પાણી અને મુખ્ય દ્વારને લગતી વાસ્તુ ટિપ્સ જાણીએ...

આ દિશામાં માટલું મૂકીને સૌથી પહેલા બાળકને પીવડાવો પાણી, ખૂલી જશે  નસીબ-ધનપ્રાપ્તિના બનશે યોગ | vastu tips to keep mud pot in home for wealth

વાસ્તુશસાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરના મુખ્યદ્વાર પર પાણીથી ભરેલું વાસણ રાખવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. વાસણમાં પાણી ધન અને સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે જ માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આકર્ષિત થાય છે. તો ઘરમાં રહેતાં લોકોનું સ્વાસ્થ્ય, ધન અને ખુશીઓમાં સુધાર જોવા મળશે. 

ઘરના મુખ્યદ્વાર પર વાસણમાં પાણી ભરેલું રાખવું

પાણીને વાસ્તુમાં એવો સ્ત્રોત માનવામાં આવે છે જે ઘરની તમામ નકારાત્મક ઉર્જાઓને દૂર કરવામાં મદદ કરે છે. મુખ્યદ્વાર પર તેને રાખવાથી કોઇપણ ખરાબ શક્તિને મુખ્યદ્વારથી અંદર આવતાં રોકે છે. તો પાણીથી ભરેલું વાસણ ઘરમાં શાંતિપૂર્ણ માહોલ બનાવે છે. જે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક થઇ શકે છે. જો તમે જ્યોતિષોમાં પણ વિશ્વાસ ન કરતાં હોવ ત્યારે પણ વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે ઘરના મુખ્યદ્વાર પર વાસણમાં પાણી ભરેલું રાખવાથી ઘરમાં પ્રદુષણને મુખ્યદ્વાર પર જ રોકી હવાની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ કરે છે. તેનાથી શ્વાસોસાસની સમસ્યા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમને ઘટાડે છે. ઘરના મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલું વાસણ રાખવાથી ઘરમાં આવતાં લોકો માટે એક શુભ વાતાવરણ પણ બને છે. તે મહેમાનોનું સ્વાગત માટે પણ એક સારી રીત છે. 

મુખ્ય દ્વાર પર પાણી ભરેલું વાસણ કેવી રીતે રાખવું  ?

  • - વાસણ એવી ધાતુથી બનેલું હોવું જોઇએ જે વાસ્તુશાસ્ત્રને અનુકુળ હોય જે તાંબુ કે પીતળના વાસણમાં પાણી નિયમિતરૂપથી બદલવું અને વાસણ પણ સાફ કરવું.
  • - ઘરના મુખ્યદ્વાર પર વાસણ ક્યાં મુકવું તે અંગે વાસ્તુ નિષ્ણાંત પાસેથી માહિતી મેળવવી. 
  • - ઘરમાં મુખ્યદ્વાર પર પાણી ભરેલું વાસણ ટેબલ પર કે પાટલા પર એવી રીતે રાખવું જેથી મહેમાનોને સરળતાથી દેખાઇ શકે. 
  • - તો મુખ્ય દ્વાર પર રાખેલા પાણી ભરેલા વાસણ પર સીધો જ સૂર્ય પ્રકાશ ન આવવો જોઇએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ