બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Filling 10-10 coins in the bag, this person reached to buy a car worth Rs. 6 lakhs.

અજબ-ગજબ / OMG! 6 લાખની કાર ખરીદવા શખ્સે કર્યું એવું કામ કે શો રૂમનો માલિક પણ થઈ ગયો સ્તબ્ધ

Published By: Megha

Last Updated: 05:38 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શો રૂમમાં જઈને કાર પસંદ કરી ને જયારે પૈસા ચુકવવા સમયે 10-10​​​​​​​ના સિક્કા ભરેલ કોથળો કાઢ્યો, આ જોતા શો રૂમના માલિક સહીત ત્યાં ઉભેલ દરેક લોકો ચોંકી ગયા.

  • એક મહિનાની અંદર 6 લાખ રૂપિયાના 10-10 ના સિક્કા એકઠા કરી લીધા
  • કાર પસંદ કરી ને પૈસા ચુકવવાનો સમયે કાઢ્યો 10-10ના સિક્કાનો કોથળો  
  • 10 રૂપિયાનો આ સિક્કો બેકાર નહી પણ નોટ જેટલો જ ઉપયોગી છે

આજકાલ લોકોને 5-10 રૂપિયાના સિક્કા રાખવામાં શરમ આવે છે અને 1-2 રૂપિયાના સિક્કા તો જાણે ગાયબ જ થઈ ગયા છે. મોટી મોટી નોટો રાખવામાં લોકો ગર્વ અનુભવે છે પણ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ૧૦ રૂપિયાના સિક્કા રાખી એક વ્યક્તિએ કમાલ કરી બતાવ્યો. વિચારવાની વાત એ છે કે આજકાલ કોઈ પણ વ્યક્તિ 10-10ના સિક્કા દ્વારા કેટલો અને શું સામાન ખરીદી શકે છે? પણ આજે અમે તમને એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જે સાંભળીને તમે પણ અચંબિત થઇ જશો.  

પ્રતિકારાત્મક તસ્વીર

તામીલનાડુના એક વ્યક્તિ કાર ખરીદવા માટે એક શોરૂમમાં પંહોચ્યો અને કાર ખરીદી અને પૈસા ચુકવવા સમયે જમા કરેલ પૈસા આપ્યા ત્યારે લોકો જોતા રહી ગયા. વેત્રીવેલ નામની આ વ્યક્તિ વર્ષોથી કાર ખરીદવા માટે પૈસા જમા કરી રહ્યો હતો અને અંતે જયારે તેને કાર ખરીદી અને પૈસાની ચુકવણી માટે એક કોથળામાં જમા કરેલ 10-10​​​​​​​ના સિક્કા કાઢ્યા ત્યારે ત્યાં ઉભેલ દરેક વ્યક્તિ અચંબિત રહી ગયા. જો કે પછી તેને કોથળામાં જમા કરેલ 10-10​​​​​​​ના સિક્કા દ્વારા ચુકવણી કરવાનું કારણ પણ જણાવ્યું હતું.  

10-10ના સિક્કા દ્વારા ચુકવણી કરવાનું કારણ 
વેત્રીવેલે જણાવ્યું કે તે એક સ્કુલ અને મેડીકલ ચલાવે છે. અને તેની માતા પણ એક નાની દુકાન ચલાવે છે. બંને આખો દિવસ સખત મહેનત કરીને કમાઈ છે. દુકાન અને મેડીકલ પર આવતા લોકો સામાન ખરીદીને વધુ પડતા 10-10​​​​​​​ના સિક્કા આપીને જાય છે જેને કારણે જ તેમની પાસે ઢગલો બંધ 10-10​​​​​​​ના સિક્કા એકઠા થઇ ગયા હતા. વેત્રીવેલના જણાવ્યા મુજબ એ તે સિક્કા બેંક પાસે એક્સચેન્જ કરાવવા પણ ગયો હતો. 

પણ બેંકે ન આપ્યો સાથ 
વેત્રીવેલના જણાવ્યા મુજબ એની પાસે એકઠા થયેલ આટલા સિક્કા લેવા માટે બેંકે પણ ના કહી દીધી હતી. જો કે બેંકે પણ સિક્કા ન લેવા પાછળનું કારણ જણાવ્યું હતું. બેંકે વેત્રીવેલને કહ્યું કે આટલા બધા સિક્કા ગણવા માટે એમની પાસે માણસો નથી. વેત્રીવેલે એમ પણ જણાવ્યું કે જયારે રિજર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ સિક્કાને માન્યતા ન આપી એ પછી લોકો તેનો સ્વીકાર કરી રહ્યા નહતા પણ વેત્રીવેલ લોકો પાસે એ સિક્કાનો લઇ રહ્યો હતો અને સમય જતા એને એક મહિનાની અંદર 6 લાખ રૂપિયાના 10-10​​​​​​​ ના સિક્કા એકઠા કરી લીધા હતા. 

10-10ના સિક્કા આપી ખરીદી લીધી કાર
વેત્રીવેલે પણ ચાલાકી બતાવીને શો રૂમમાં જઈને સૌપ્રથમ કાર પસંદ કરી ને જયારે પૈસા ચુકવવાનો સમય આવ્યો ત્યારે તેને 10-10​​​​​​​ના સિક્કા ભરેલ કોથળો કાઢ્યો. જો કે પહેલા શો રૂમના માલિકે પણ પૈસા સ્વીકારવાની આનાકાની કરી પણ થોડી મહેનત પછી અંતે વેત્રીવેલે એમને મનાવી લીધા. વેત્રીવેલે કહ્યું કે એ લોકોને સમજાવવા માંગે છે કે ફક્ત નોટ નહી સિક્કાની કિંમત પણ આટલી જ છે અને ખાસ કરીને 10 રૂપિયાનો આ સિક્કો બેકાર નહી પણ નોટ જેટલો જ ઉપયોગી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

OMG OMG NEWS Trending અજબગજબ ગુજરાતી ન્યૂઝ Trending

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ