બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:05 PM, 7 August 2025
મુંબઈ લોકલ ટ્રેનમાં 'મરાઠી' બોલવાને લઈને ઝઘડાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલા હાથમાં બાળક લઈને બીજા મુસાફર સાથે 'મરાઠી' ન બોલવાને કારણે લડતી જોવા મળે છે. બંને વચ્ચેનો ઝઘડો એ હદે વધી જાય છે કે બંને પોતાના કેમેરા કાઢીને વીડિયો ઉતારવા લાગે છે.
ADVERTISEMENT
ભાષા એ આપણું ગૌરવ અને સન્માન છે. પરંતુ જે લોકો પોતાની રાજ્ય ભાષા નથી બોલતા તેમના પ્રત્યે આક્રમક બનવું બિલકુલ વાજબી ન કહેવાય. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં આ ચલણ ઝડપથી વધી રહ્યું છે અને ત્યાં રહેતા કેટલાક લોકો 'મરાઠી' બોલવાને કારણે બીજા રાજ્યોથી આવતા લોકો પર હુમલો કરતા પણ જોવા મળી રહ્યા છે. આ વખતે મામલો લોકલ ટ્રેન સુધી પહોંચ્યો છે. જુઓ આ વીડિયોમાં.
New in the Marathi row from #Maharashtra: Woman travelling in local ladies compartment schools fellow passenger, threatening to speak in Marathi.
— Simran (@SimranBabbar_05) August 7, 2025
Entire conversation recored:
Truly insane. Hooliganism. pic.twitter.com/PYHAxDq2P5
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલાએ પોતાના બાળકને ખોળામાં રાખીને 'મરાઠી' ન બોલવાને કારણે સસમે બેઠીલી અન્ય એક બીજી મહિલા સાથે ઝઘડો કરી રહી છે. પહેલા તે તેના પર મરાઠી બોલવાનું દબાણ કરે છે. પરંતુ જ્યારે તે તેના દબાણને વશ થયા વિના તેને સામે સવાલ કરે છે તો આ મહિલા ત્યારે તે તેનો લાઈવ વીડિયો બનાવવાની ધમકી આપે છે. તેમની વચ્ચેના ઝઘડાને કારણે, બાળક પણ રડવા લાગે છે અને બીજી સ્ત્રી તેને પકડી લે છે. પછી બંને એકબીજાનો વીડિયો બનાવવાનું શરૂ કરે છે.
મહિલા હાથમાં કેમેરા લઈને વીડિયો બનાવતી વખતે તેની સામે બેઠેલઈ મહિલા મુસાફરને મરાઠી બોલવા માટે કહે છે. જેના જવાબમાં બીજી સ્ત્રી તેને પૂછે છે કે ક્યાં લખ્યું છે કે આપણે મરાઠીમાં વાત કરવી છે? તેમ છતાં જ્યારે હાથમાં બાળક પકડીને મહિલા તેને મરાઠી બોલવા માટે દબાણ કરે છે, ત્યારે તે કહે છે, 'તું મને કહેવાવાળી કોણ છે?'
ADVERTISEMENT
આ પણ વાંચો: રક્ષાબંધન પર દેશના આ રાજ્યોમાં મહિલાઓ માટે બસમાં મુસાફરી મફત, જુઓ સંપૂર્ણ યાદી
આના જવાબમાં, મહિલા કહે છે કે હું મરાઠી છું અને હું અહીંની છું, તો સામે બેઠેલી મહિલા પણ એ જ કહે છે કે 'તે પણ અહીંની છે.' આ દરમિયાન, મહિલાનું બાળક રડવા લાગે છે, તેથી તે તેને બીજા કોઈને આપે છે અને સામે બેઠેલા મુસાફરને ધમકી આપે છે કે તે તેનો લાઈવ વીડિયો બનાવી રહી છે. જેના જવાબમાં તે કહે છે, 'હા, થઈ ગયું.'
ADVERTISEMENT
બંને વચ્ચે દલીલ 2 મિનિટ અને 44 સેકન્ડ સુધી ચાલુ રહે છે. આ સમય દરમિયાન જે મહિલા તેમને મરાઠી બોલવાનું દબાણ કરી રહી હતી તે પોતાનો ફોન પોતાની બેગમાં મૂકે છે અને ટ્રેનમાં બેઠેલા મુસાફરો બંનેને ચૂપ રહેવાની વિનંતી કરવાનું શરૂ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.