બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રક્ષાબંધન પર દેશના આ રાજ્યોમાં મહિલાઓ માટે બસમાં મુસાફરી મફત, જુઓ સંપૂર્ણ યાદી

જાણી લેજો / રક્ષાબંધન પર દેશના આ રાજ્યોમાં મહિલાઓ માટે બસમાં મુસાફરી મફત, જુઓ સંપૂર્ણ યાદી

Published By: Priykant Shrimali

Last Updated: 04:33 PM, 7 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raksha Bandhan Free Bus Travel : રક્ષાબંધનના દિવસે આપણાં દેશના 9 રાજ્યોમાં બહેનો માટે સ્થાનિક એસટી બસમાં મુસાફરી મફત હશે, કેટલાક રાજ્યોમાં મહિલાઓ માટે 2 દિવસ અને કેટલાક રાજ્યોમાં 3 દિવસ માટે ટિકિટ મફત રહેશે, જાણો અહીં એક જ ક્લિકે

Raksha Bandhan Free Bus Travel : રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પ્રવિત્ર પ્રેમનો તહેવાર. આ દિવસે બહેન દુનિયાના કોઈપણ ખૂણે હોય પણ તે પોતાના ભાઈને ત્યાં રાખડી બાંધવા જાય જ છે. જોકે હવે રક્ષાબંધનને લઈ બહેનો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રક્ષાબંધનના દિવસે આપણાં દેશના 9 રાજ્યોમાં બહેનો માટે સ્થાનિક એસટી બસમાં મુસાફરી મફત હશે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ, ઉત્તરાખંડ, કર્ણાટક, પંજાબ, દિલ્હી અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.

આગામી શનિવારે એટલે કે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવારને લઈ ઘણા રાજ્યોમાં સરકારી બસોમાં મહિલાઓ પાસેથી ટિકિટના પૈસા લેવામાં આવશે નહિ. સરળ ભાષામાં સમજીએ તો બસમાં મુસાફરી મફત હશે. જોકે કેટલાક રાજ્યોમાં મહિલાઓ માટે 2 દિવસ અને કેટલાક રાજ્યોમાં 3 દિવસ માટે ટિકિટ મફત રહેશે. આ સાથે પંજાબ અને કર્ણાટકમાં મહિલાઓ માટે બસ સેવા મફત છે તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની DTC બસોમાં ફક્ત દિલ્હીની મહિલાઓ જ મફત મુસાફરી કરે છે.

ઉત્તર પ્રદેશમાં એક બે નહીં પણ 3 દિવસ સુધી મફત બસ સેવા

રક્ષાબંધનના તહેવારને લઈ UP સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે. જેમાં મહિલાઓ ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (UPSRTC) અને નગર બસ સેવાની બસોમાં મફત મુસાફરી કરી શકશે. CM યોગીના કાર્યાલયે જણાવ્યું હતું કે, માતાઓ અને બહેનો 8 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી 10 ઓગસ્ટના રોજ મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી મફત મુસાફરી કરી શકશે. તહેવાર દરમિયાન સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં બસો તૈનાત કરવામાં આવશે.

હરિયાણા બે દિવસ માટે મફત બસ સેવા

હવે વાત કરીએ હરિયાણાની તો રક્ષાબંધનને લઈ મહિલાઓ અને તેમના 15 વર્ષ સુધીના બાળકોને હરિયાણા રોડવેઝ બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. હરિયાણાના પરિવહન મંત્રીના નિવેદન અનુસાર હરિયાણામાં ચાલતી 'સામાન્ય બસો' તેમજ ચંદીગઢ અને દિલ્હી જતી બસોમાં મફત મુસાફરી ઉપલબ્ધ રહેશે. આ સેવા 8 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી 9 ઓગસ્ટની મધ્યરાત્રિ સુધી ઉપલબ્ધ રહેશે.

રંગીલા રાજસ્થાનમાં મહિલાઓ માટે મફત મુસાફરી

હવે વાત કરીએ આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનની. અહીંની ભજનલાલ સરકારે પણ રક્ષાબંધનના દિવસે એટલે કે 9 ઓગસ્ટ અને તેના બીજા દિવસે રક્ષાબંધન પર રાજ્ય પરિવહન નિગમની બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની જાહેરાત કરી છે. જોકે અહીં ખાસ નોંધનીય છે કે, આ મફત મુસાફરી સુવિધા 9 અને 10 ઓગસ્ટના રોજ રાજસ્થાનની સરહદની અંદર મહિલાઓ માટે ઉપલબ્ધ રહેશે.

ચંદીગઢમાં પણ મહિલાઓને મળશે મફત બસ સેવાનો લાભ

આ સાથે ચંદીગઢમાં પણ રક્ષાબંધન પર મહિલાઓ મફત મુસાફરી કરી શકશે. ચંદીગઢ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (CTU) અને ચંદીગઢ સિટી બસ સર્વિસીસ સોસાયટી (CCBSS) દ્વારા ટ્રાઇસિટી વિસ્તારમાં (ચંદીગઢ, મોહાલી અને પંચકુલા) સંચાલિત તમામ સ્થાનિક AC અને નોન-AC બસોમાં લાગુ પડશે. ટ્રાઇસિટીની મર્યાદાની બહાર દોડતી CTUની લાંબા રૂટની બસો પર આ છૂટ લાગુ પડશે નહીં.

ઉત્તરાખંડમાં મફત મુસાફરી

આ સાથે રક્ષાબંધન પર મહિલાઓ ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોમાં મફત મુસાફરી કરી શકશે. દર વર્ષે રક્ષાબંધન પર મહિલાઓ અને નાના બાળકો ઉત્તરાખંડ સરકારી બસોમાં મફત મુસાફરી કરે છે.

કર્ણાટક, પંજાબ અને દિલ્હીમાં પણ મહિલાઓને મળશે લાભ

મહત્વનું છે કે, કર્ણાટક, પંજાબ અને દિલ્હીમાં પહેલાથી જ સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની સુવિધા છે. તેથી રક્ષાબંધન પર પણ મહિલાઓ સરકારી બસોમાં મફત મુસાફરી કરી શકશે.

આ પણ વાંચો : ટ્રમ્પની ધમકી વચ્ચે રશિયન પ્રેસિડન્ટ પુતિન બનશે ભારતના મહેમાન, આ દિવસે આવશે, ડોભાલની પુષ્ટિ

મધ્યપ્રદેશની મહિલાઓ માટે સારા સમાચાર

મધ્યપ્રદેશમાં પણ રક્ષાબંધન પર મહિલાઓ માટે સારા સમાચાર છે. ભોપાલ સિટી લિંક લિમિટેડ 9 ઓગસ્ટના રોજ મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપશે. ઇન્દોરના મેયરે કહ્યું છે કે, રક્ષાબંધન પર મહિલાઓ મફત મુસાફરી કરી શકશે. આ સાથે અન્ય એક સારા સમાચાર એ છે કે, રક્ષાબંધન પહેલા CM મોહન યાદવે લાડલી બહેનોને મોટી ભેટ આપી છે. આજે લાડલી બહેનોના ખાતામાં 1500 રૂપિયા આવશે. મુખ્યમંત્રી લાડલી બહેન યોજનાના 27મા હપ્તાના પૈસાની સાથે રક્ષાબંધન માટે 250 રૂપિયા વધારાના મોકલવામાં આવી રહ્યા છે. રક્ષાબંધનના શુકન તરીકે વધારાના 250 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

free bus travel free bus service Women's Raksha Bandhan

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ