બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ferryboat service running between Okha-Bet Dwarka was stopped

નિર્ણય / ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ફરી બંધ: યાત્રિકો દર્શનથી રહેશે વંચિત, આ રહ્યું કારણ

Malay

Last Updated: 10:50 AM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યાત્રાધામ દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરાઈ છે. ભારે પવનના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરાઈ
  • ભારે પવનને કારણે ફેરીબોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણંય 
  • ઓખા GMBએ યાત્રિકોની સલામતી માટે લીધો નિર્ણય

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં દરરોજ ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકો શિશ ઝુકાવે છે, જેઓ ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં અચૂક પણે દર્શન કરવા જતા હોય છે. બેટ દ્વારકા જવા માટે ફેરીબોટનો સહારો લેવો પડે છે. ઓખાથી બેટ દ્વારકા સમુદ્રમાં 160 જેટલી પેસેન્જર બોટો ચાલે છે. ત્યારે ઓખા GMB દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભારે પવનના કારણે ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ સતત ચોથા દિવસે બંધ |  Due to heavy winds, ferry boat service from Okha to Bat Dwarka closed for  the fourth day

GMB દ્વારા ફેરીબોટ સર્વિસ બંધ કરાઇ 
ભારે પવન અને ખરાબ હવામાનના કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓખા GMBએ યાત્રિકોની સલામતી માટે આ નિર્ણય લીધો છે. ભારે પવન હોવાના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ સર્વિસ બંધ કરાઇ હતી. પવન અને મોજા શાંત થતાં ફેરીબોટ સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. ઓખા મરીન પોલીસ દ્વારા ઓખા જેટી પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા જવાનો તૈનાત પણ કરાયા છે. 

Image result for બેટ દ્વારકાથી ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ

રાણીવાસના દર્શન ન થતા યાત્રિકો થયા નિરાશ
યાત્રિકો ભગવાન દ્વારકાધીશના રાણીવાસ એવા બેટ દ્વારકામાં પણ અચૂક જતા હોય છે. ત્યારે યાત્રાધામ બેટ દ્વારકા જતા પ્રવાસીઓ ફેરીબોટ સર્વીસ બંધ કરાતા પાછા ફર્યા હતા અને ભગવાન દ્વારકાધીશના રાણીવાસના દર્શન ન થતા નિરાશ થયા હતા.

Bet Dwarka to okha Running Fairy Boat today Closed

4 જાન્યુઆરીએ પણ બંધ રાખવાનો લીધો હતો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 04 જાન્યુઆરીએ પણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારે પવન અને ખરાબ હવામાનના કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દરિયામાં ફસાઈ હતી યાત્રિકોથી ભરેલી બોટ 
24 ડિસેમ્બરે મોડી સાંજે બેટ દ્વારકાથી યાત્રિકોને લઈને ઓખા તરફ જઈ રહેલી બોટ દરિયામાં ફસાઈ ગઈ હતી. દરિયામાં ઓટના કારણે ખૂબ જ ઓછું પાણી થઈ જવાને કારણે બોટ રેતીના ધોવામાં નીચે ફસાઈ જતા બોટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ગભરાઈ ગયેલા મુસાફરો મદદ માટે રાહ જોઈ રહ્યા હતા. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને મરીન કમાન્ડો દરિયામાં પહોંચી ગયા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ