ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / farmers will get 36000 rupees under pm kisan schemes check how details here

સારા સમાચાર / હવે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 6000ને બદલે આપશે 36000 રૂપિયા, જાણો કોણ અને કેવી રીતે લઈ શકશે લાભ

Published By: Bhushita

Last Updated: 08:42 AM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે 6000 રૂપિયાના બદલે 36000 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. જાણો શું છે નવો પ્લાન.

ADVERTISEMENT

  • મોદી સરકારની નવી જાહેરાત
  • ખેડૂતોને થશે મોટો ફાયદો
  • ખેડૂતોના ખાતામાં 6000ને બદલે આપશે 36000 રૂપિયા

 
જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજનામાં હવે 6000 રૂપિયાના બદલે 36000 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી છે. અહીં વાત થઈ રહી છે પીએમ કિસાન સમ્માન નિધિની. આ યોજના સરકારની એવી યોજના છે જેમાં ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવામાં આવે છે. દરેક ખેડૂતના એકાઉન્ટમાં વર્ષે 6000 રૂપિયા ટ્રાન્સફર કરાય છે. સરકાર આ રકમને 3 ભાગમાં ટ્રાન્સફર કરે છે.  હવે આ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતો 36000 રૂપિયાનો લાભ લઈ શકે છે.એટલે કે તમને 3 મહિનામાં 2000 રૂપિયા મળશે અને સાથે યોજનાની મદદથી તમને દર મહિને 3000 રૂપિયા પણ મળી શકે છે.  

જાણો કેવી રીતે મળશે 36000 રૂપિયા

PM kisan Man dhan Yojnaના આધારે ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. આ યોજનાના આઘારે ખેડૂતની ઉંમર 60 વર્ષ થયા બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી.  

જાણો કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ

  • આ યોજનાનો લાભ 18-40 વર્ષના કોઈ પણ ખેડૂત લઈ શકે છે.
  • આ યોજનાના આઘારે ખેડૂત પાસે 2 હેક્ટરથી વધારે ખેતી યોગ્ય જમીન હોવી જોઈએ.
  • યોજનાના આઘારે ઓછામાં ઓછા 20 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષ સુધી 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક રૂપિયા આપવાના રહે છે. તે ઉંમરના આધારે નક્કી કરાય છે. 
  • 18 વર્ષની ઉંમરે જોડાઓ તો તમારે માસિક 55 રૂપિયા ભરવાના રહે છે.
  • 30 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 110 રૂપિયા ભરવા પડે છે.
  • 40 વર્ષની ઉંમરે જોડાઓ તો માસિક 200 રૂપિયા જમા કરવાના રહે છે. 
  • પીએમ કિસાન સમ્માન નિધિનો ફાયદો લઈ રહ્યા છો તો તમે તે રૂપિયાને પીએમ કિસાન માનધન યોજનામાં કપાવી શકો છો. 

 


જાણો ક્યારે ક્યારે આવે છે હપ્તો
મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019ના રોજ  PM kisan Samman Nidhi Yojna શરૂ કરી હતી. આ સ્કીમના આધારે સરકાર નાના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા 3 ભાગમાં આપે છે. પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે, બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે જમા કરાય છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Farmers pm kisan man dhan yojna pm kisan schemes ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ ફાયદો રૂપિયા લાભ સ્કીમ હપ્તો pm kisan schemes

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ