બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / VTV વિશેષ / Farmers troubled by export ban on farm produce, then who benefits? What is the government's rationale behind it?

મહામંથન / ખેત પેદાશ પર નિકાસબંધીથી ખેડૂતો પરેશાન, તો પછી ફાયદો કોને? આખરે શું છે તેની પાછળ રહેલો સરકારનો તર્ક?

Dinesh

Last Updated: 09:12 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: સરકારનો તર્ક છે કે સ્થાનિક માર્કેટમાં જે તે વસ્તુની ઉપલબ્ધતા જળવાઈ રહે અને ભાવ કાબૂ બહાર ન જતા રહે તેવો તેનો હેતુ છે. સિક્કાની બીજી તરફ નજર કરીએ તો માત્ર ડુંગળીનું જ ઉદાહરણ પુરતુ છે

  • ડુંગળી, ઘઉં, ચોખા, ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ તેમજ નિકાસબંધીથી ખેડૂતો પરેશાન 
  • ખેડૂત સંગઠનો નિકાસ ઉપરથી પ્રતિબંધ હટાવવા માગ કરી રહ્યા છે
  •  નિકાસબંધીથી ખરેખર ફાયદો કોને તે મહત્વનો સવાલ છે


છેલ્લા થોડા સમયથી એવું બને છે કે જે ખેતપેદાશનો ઉપયોગ રોજિંદા જીવનમાં મહત્તમ થાય છે તેની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ મુક્યો છે. ઘઉં, ચોખા અને ખાંડની સાથે સરકારે તાજેતરમાં ડુંગળીની નિકાસ ઉપર પણ પ્રતિબંધ મુક્યો. ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોએ પોતાના પગથી ડુંગળી કચડી નાંખી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. સરકારનો તર્ક છે કે સ્થાનિક માર્કેટમાં જે તે વસ્તુની ઉપલબ્ધતા જળવાઈ રહે અને ભાવ કાબૂ બહાર ન જતા રહે તેવો તેનો હેતુ છે. સિક્કાની બીજી તરફ નજર કરીએ તો માત્ર ડુંગળીનું જ ઉદાહરણ પુરતુ છે. ડુંગળી પણ હાલ છૂટક માર્કેટમાં 30 થી 40 રૂપિયા સુધીના ભાવે મળી જ રહી છે, એવી જ હાલત ઘઉં, ચોખા અને ખાંડની છે. સરકાર એવું ઈચ્છતી હોય કે લોકો સુધી બેકાબૂ ભાવ વધારો ન પહોંચે અને તેને ભાવના ઘટાડાનો ફાયદો મળે તો એ ફાયદો સામાન્ય લોકોને મળ્યો ખરો?. સામે પક્ષે નિકાસબંધીથી વેપારીઓ ખેડૂતો પાસેથી માલ ખરીદવાનું ટાળી રહ્યા છે અને પરિસ્થિતિ એવી આવે છે કે ખેડૂતે પોતાનો પાક પાણીના ભાવે વેચી દેવો પડે છે. આ ભાવ એવો છે કે જેમા ખર્ચ પણ નિકળતો નથી. સરકાર ભલે યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીના આશ્વાસન આપતી હોય પરંતુ ફરી ફરીને એ જ સવાલ ઉભો છે કે ખેતપેદાશો ઉપર નિકાસબંધીથી આખરે ફાયદો છે કોને

 

 નિકાસબંધીથી ખેડૂતો પરેશાન
મહત્વની ખેતપેદાશ ઉપર હાલ નિકાસબંધી છે. ડુંગળી, ઘઉં, ચોખા, ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ તેમજ નિકાસબંધીથી ખેડૂતો પરેશાન છે. વેપારીઓ પણ ખેડૂતો પાસેથી માલ ખરીદતા નથી. સરકાર પાસે નિકાસબંધીના અનેક કારણો છે. ખેડૂત સંગઠનો નિકાસ ઉપરથી પ્રતિબંધ હટાવવા માગ કરી રહ્યા છે. ખેડૂતોએ નજીવા ભાવથી ખેતપેદાશ વેચવી પડે છે. સામાન્ય માણસને નિકાસબંધીનો ફાયદો મળ્યો છે કે નહીં?.  નિકાસબંધીથી ખરેખર ફાયદો કોને તે મહત્વનો સવાલ છે.

નિકાસબંધી પાછળ સરકારનો તર્ક
સ્થાનિક સ્તરે પ્રાપ્યતા વધારવી તેમજ સ્થાનિક માર્કેટમાં ભાવ કાબૂમાં રહે તેમજ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા અને અનાજના ભાવ ઓછા ઉત્પાદનને કારણે વધ્યા. સ્ટોક નિયંત્રણમાં રહે તેવો પ્રયાસ છે

હાલ કોની નિકાસ ઉપર પ્રતિબંધ?
ડુંગળી
ઘઉં
ચોખા
ખાંડ

  • ખેતપેદાશના છૂટક બજારમાં ભાવ

ઘઉં
₹26 થી 34/કિલો

નોન બાસમતી ચોખા
₹38 થી 50/કિલો

ખાંડ
₹40 થી 42/કિલો

ડુંગળી
₹30 થી 40/કિલો

નિકાસ ઉપર પ્રતિબંધ કેમ?

ઘઉં
હીટવેવના કારણે ઉત્પાદન ઘટ્યું
સ્ટોક નિયંત્રણ અને ભાવ નિયંત્રણમાં રાખવા
સ્થાનિક પુરવઠો પૂરતો ન થાય ત્યાં સુધી પ્રતિબંધ
સ્થાનિક ભાવ નિયંત્રણમાં રાખવા

ચોખા
ચોખાના સતત વધતા ભાવ
જુલાઈ મહિનાના આંકડા મુજબ ઓછું ઉત્પાદન
ચોખાનું અપ્રમાણસર વિતરણ અટકાવવું

ખાંડ
ઓછા ઉત્પાદનને કારણે વૈશ્વિક બજારમાં ભાવ ટોચ ઉપર
ભાવવધારો રોકવા સરકારે ક્વોટા વધાર્યો
સરકારે ખાંડની નિકાસની છૂટ આપવા ઈન્કાર કર્યો

ડુંગળી
ડુંગળની કિંમતમાં સતત વધારો
એક મહિનામાં 58% સુધી કિંમત વધી
સ્થાનિક સ્તરે પ્રાપ્યતા વધારવાનો પ્રયાસ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ