બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmer protest msp rate government
ADVERTISEMENT
લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોના સરકાર પર આક્ષેપ કર્યાં છે. ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે MSP નક્કી કરવાની સરકારની ફોર્મૂલા ખોટી છે.
ખેડૂતોએ MSPને લઇને કહ્યું કે સરકાર અનેક ખર્ચાઓની MSPમાં ગણતરી લેવામાં આવતી નથી. ખેડૂતોની માંગ છે કે સરકાર MSP નક્કી કરવામા તમામ ખર્ચાઓને ધ્યાનમાં લે.
ADVERTISEMENT
ખેડૂતો દ્વારા જમીન પર ભાડાના ખર્ચને પણ MSPમાં સમાવેશ કરવા માગ કરવામાં આવી છે. જ્યારે જમીનના જંત્રીના દર મુજબ ભાડા દર નક્કી કરવા ખેડૂતોએ માંગ કરી છે.
MSPમાં ખેતમજૂરી અને પાકને બજાર સુધી લઇ જવાના ખર્ચનો પણ સમાવેશ થતો નથી. હાલ લઘુતમ ટેકાના ભાવ ઉપજ ખર્ચના 35 ટકાથી નીચે નક્કી થાય છે. આ ઉપરાંત MSPમાં ખાતર, બિયારણ, ખેડ અને નિંદામણનો ખર્ચ ધ્યાને લેવાય છે, પડતર કિંમતના 1.5 ગણા ભાવ MSP તરીકે ગણવા સરકારે નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
આમ લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કર્યાં છે. ખેડૂતોની માંગ છે કે MSP યોગ્ય રીતે આંકવામાં આવે. સરકારે પડતર કિંમતથી દોઢ ગણી MSP આપવા કહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.