જો SBI માં છે સેવિંગ અકાઉન્ટ તો જાણી લો તમારા કામની આ વાતો
Team VTV03:03 PM, 02 Jul 18
| Updated: 06:54 PM, 30 Mar 19
દેશની સૌથી મોટી સરકારી બેંકમાં જો તમારું સેવિંગ અકાઉન્ટ છે તો આ જાણકારી તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે આ ખૂબ ઓછા લોકો જાણે છે કે સામાન્ય સેવિંગ અકાઉન્ટ પર કેટલું વ્યાજ મળે છે. આ ઉપરાંત અકાઉન્ટ ખોલવા માટે ઓનલાઇન અરજી પણ કરી શકો છો. જાણીએ એના માટે...
મળે છે આ ફાયદા
અકાઉન્ટમાં બાકી રકમના આધાર પર 4 ટકા વર્ષના દરથી વ્યાજ મળે છે. ઉપલબ્ધતા કે અનુસાર સુરક્ષિત જમા લોકર્સ સર્વિસ લઇ શકે છે. એસએમએસ એલર્ટ અને ઇ સ્ટેટમેન્ટ સુવિધાનો ફાયદો ઊઠાવી શકો છો.
ઓટો સ્વીપ સુવિધા
ઊંચા ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ મેળવવા માટે બચત ખાતાને બહુવિધ વિકલ્પ ડિપોઝિટ (મોડ્સ) એકાઉન્ટ સાથે જોડી શકાય છે. એની વધારે જાણકારી માટે http://www.sbi.co.in/portal/web/personal banking/savings plus account પર જવું પડશે.
જો તમારા ખાતામાં એક સીમાછી વધારે પૈસા જમા થઇ જાય છે તો બેંક ખુદ આ રકમને એફડીમાં બદલી નાંખે છે. આ પ્રકારે તમે તમારી રકમ પર બચત ખાતાની સરખામણીમાં ખૂબ વધારે વ્યાજ મેળવી શકો છો. આવા ખાતામાં ફિક્સ્ડ ડિપોઝીટનું રિટર્ન મળે છ અને બચત ખાતાની જેમ પોતાની જરૂરીયાત અનુસાર પૈસા નિકાળવાની સુવિધા પણ રહે છે.
ATM ડેબિટ કાર્ડ
સ્ટેટ બેંક ડેબિટ કાર્ડ તમારી પાત્રતા અનુસાર અનેક શ્રેણીમાં જારી કરવામાં આવે છે. જેમ કે સિલ્વર ગોલ્ડ પ્લેટિનિમ કાર્ડ્સ ઇન્ટરનેશનલ એટીએમ સહ ડેબિટ કાર્ડ મળે છે.
મોબાઇલ બેંકિંગ
ઘરેથી દૂર રહીને પણ કોઇ પમ સમયે ખાતાની બાકી રકમની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અથવા કોઇ પણ સંબંધી વ્યક્તિને રકમ મોકલી શકાય છે અથવા બિલોની ચુકવણી કરી શકાય છે. એનાથી પણ વધારે સ્ટેટ બેંક ફ્રીડમ સુવિધાજનક સરળ સુરક્ષિત છે. એને એને કોઇ પણ સમયે અને ક્યાંય પણ બેકિંગ સુવિધા પ્રાપ્ત કરી શકાય છે.
ઇન્ટરનેટ બેકિંગ
www.onlinesbi.com આ બેંકનું ઇન્ચરનેટ બેકિંગ પોર્ટલ છે જેનાથી તમે તમારા ખાતાના ક્યાંયથી પણ કોઇ પણ સમયે ચેક કરી શકો છો.
ઇન્ટરનેટ બેંકિંગ મિસ્ડ કોલ બેંકિંગ
SBI Quick થી તમે એક એસએમએસ મોકલીને અથવા મિસ્ડ કોલ આપીને ખાતાની બાકી જાણકારી મિની સ્ટેટમેન્ટ અને અન્ય સેવાઓ પ્રાપ્ત કરી શકો છો.
રિવાર્ડ્ઝ પ્રોગ્રામ
તમે ઘણા પ્રકારની લેણદેણ કરો છો એના માટે રિવાર્ડ અંક પ્રાપ્ત કરો છો. સ્ટેટ બેંક રિવાર્ડ્સથી તમે રિવાર્ડ અંક સંગ્રહિત કરી શકો છો. જેનો ફાયદો તમે ઓન લાઇન અને ભાગીદાર આઉટલેટોથી ઉત્પાદ અને સેવાઓ ખરીદવાના સમયે પૂર્ણ અથવા આંશિક ચુકવણી માટે કરી શકે છે.