બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Falled in love with Raghav Chadha while having breakfast Parineeti Chopra share PHOTOS of the engagement

ગપશપ / 'બ્રેકફાસ્ટ કરતાં સમયે રાઘવ ચઢ્ઢાના પ્રેમમાં પડી..' સગાઈના PHOTOS શેર કરતાં પરિણીતી ચોપરા કહી આ વાત

Megha

Last Updated: 01:58 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિણીતી ચોપરા હવે તેના સગાઈના ફોટો આલ્બમની કેટલીક વધુ તસવીરો શેર કરી છે. આ સાથે તેણે જણાવ્યું કે તે કેવી રીતે રાઘવના પ્રેમમાં પડી હતી.

  • પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ હાલ જ સગાઈ કરી હતી
  • પરિણીતીએ સગાઈના ફોટો આલ્બમની કેટલીક વધુ તસવીરો શેર કરી
  • અમારી સગાઈની પાર્ટી એક સુંદર સપના જેવી હતી

પરિણીતી ચોપરા થોડા જ દિવસોમાં મિસીસ રાઘવ ચઢ્ઢા બનવાની  જઈ રહી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ બંનેએ સગાઈ કરી હતી અને હવે પરિણીતીએ સગાઈના ફોટો આલ્બમની કેટલીક વધુ તસવીરો શેર કરી છે. આ સાથે તેણે જણાવ્યું કે તે કેવી રીતે રાઘવના પ્રેમમાં પડી હતી. પરિણીતીએ તેની સગાઈની કેટલીક લેટેસ્ટ તસવીરો એક લાંબી પોસ્ટ સાથે હાલ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જે ઘણી વાયરલ થઈ રહી છે 

પરિણીતીએ ઘણી તસવીર શેર કરી છે જેમાં એક ફોટોમાં રાઘવ તેના આંસુ લૂછતો જોવા મળી રહ્યો છે તો બીજી તસવીરમાં બહેન પ્રિયંકા ચોપરા તેના ઘરના જમાઈની ટીકો લગાવી રહી છે. બાકીની તસવીરોમાં પરિણીતી પરિવારના સભ્યો સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.  આ પોસ્ટ સાથે પરિણીતી પોતાની લવ સ્ટોરી કહી છે.  

અમારી સગાઈની પાર્ટી એક સુંદર સપના જેવી હતી
પરિણીતીએ તસવીરો સાથે એક લાંબી નોટ લખી છે. જેમાં રાઘવના વખાણના પુલ બાંધવામાં આવ્યા છે. તેણીએ લખ્યું છે- કે સાથે નાસ્તો કર્યો અને મને ખબર પડી - હવે મને તે વ્યક્તિ મળી ગઈ છે. અદ્ભુત માણસ જેની તાકાત નમ્રતા, શાંતિ અને પ્રેરણા છે. તેની મિત્રતા, રમૂજ, સમજશક્તિ મારી માટે ખુશી છે. એ મારું ઘર છે. અમારી સગાઈની પાર્ટી એક સપના જેવી હતી - એક સ્વપ્ન જે પ્રેમ, હાસ્ય, લાગણીઓ અને ઘણાં બધાં ડાન્સ સાથે ખૂલ્યું. જ્યારે અમે અમારા લોકોણએ હળે મળ્યા અને તેમની સાથે ઉજવણી કરી ત્યારે લાગણીઓ ખૂબ વધી ગઈ. જ્યારે હું નાની બાળક હતી ત્યારે હું મારી જાતને પરીકથાઓમાં ડૂબેલ જોતી હતી અને હંમેશા વિચારતી કે મારી પરીકથા કેવી હશે. હવે તે સંપૂર્ણ છે, ચોક્કસપણે મેં વિચાર્યું તેના કરતાં વધુ સુંદર!

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

13 મેના રોજ સગાઈ
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ 13મી મેના રોજ સગાઈ કરીને તેના સંબંધની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સેરેમનીની ઘણી ક્લિપ્સ સામે આવી છે જેમાં કપલ પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે. આ પાવર કપલની સગાઈમાં  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહ્યા હતા. ગ્લોબલ સ્ટાર અને પરીની બહે પ્રિયંકા ચોપરાએ પણ હાજરી આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ