બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / experts predict 100 crore people get devastating diabetes by 2050

ચોંકાવનારો રિપોર્ટ / બાપ રે! આગામી આ વર્ષમાં 100 કરોડ ડાયાબિટીસની ઝપેટે ચડી જશે! સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Bijal Vyas

Last Updated: 06:43 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિપોર્ટ અનુસાર, દુનિયાના દરેક દેશ અને દરેક ઉંમરમાં આ બીમારી થઇ શકે છે. એટલે કે વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ એક અબજ વસ્તી ડાયાબિટીસથી પીડિત હશે.

  • 2050 સુધીમાં વિશ્વની લગભગ એક અબજ વસ્તી ડાયાબિટીસની ઝપેટમાં આવશે 
  • આધેડ, યુવાનો અને બાળકો પણ ડાયાબિટીસથી પીડિત હશે
  • ડાયાબિટીસ વધવાનું એક કારણ અનહેલ્થી ખાનપાન - આહાર છે.

Diabetes: અનહેલ્દી લાઇફસ્ટાઇલ અને બેકાર ખાનપાનના કારણે ગંભીર રોગોનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસનો રોગ પણ પોતાની પાંખો ફેલાવી રહ્યો છે. પહેલા આ બિમારીઓ મોટી ઉંમરના લોકોને જ લાગુ પડતી હતી, જોકે, આજકાલ આ બિમારીઓ યુવાનો અને બાળકોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ એક અબજ વસ્તી (100 કરોડ) ડાયાબિટીસની ઝપેટમાં આવી શકે છે.

ડાયાબિટીસના દર્દીએ ખાલી પેટે આ વસ્તુઓનું કરવુ જોઇએ સેવન, તેનાથી શુગર  લેવલમાં થશે ઘટાડો morning superfoods to have on empty stomach for diabetes

મીડિયા રિપોર્ટ મુજબ, શિક્ષણવિદોનું કહેવું છે કે, આ રોગ વિશ્વના દરેક દેશમાં અને તમામ ઉંમરના લોકોમાં કેર વર્તાવશે. એટલે કે 2050 સુધીમાં ડાયાબિટીસથી પીડિત લોકોમાં માત્ર વૃદ્ધો જ નહીં હોય, પરંતુ તેમની સાથે આધેડ, યુવાનો અને બાળકો પણ સામેલ થશે. ડાયાબિટીસને લગતા એક સંશોધનમાં આ આગાહી કરવામાં આવી છે. આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2050 સુધીમાં આ રોગ આખી દુનિયામાં ફેલાઈ જશે. આઠમાંથી એક વ્યક્તિ આ રોગથી પીડાશે.

આક્રમક રુપથી વધશે આ બીમારી!
એક અબજનો આ આંકડો 2021ના 53 કરોડ કેસ કરતાં બમણો છે. ન્યૂયોર્કનાં એક જાણીતા ડોક્ટરે જણાવ્યું કે, ડાયાબિટીસ અત્યારે સ્વાસ્થ્ય માટે સૌથી મોટો ખતરો છે. આગામી 3 દાયકામાં, આ રોગ દરેક દેશમાં, દરેક લિંગ અને દરેક વય જૂથમાં આક્રમક રીતે વધશે.

શું તમે ડાયાબિટીશનાં બન્યાં છો ભોગ! તો કરો આ કસરત ને પછી જુઓ... | Exercise  for Diabetes Control

ભારતમાં 10.1 કરોડથી વધારે છે દર્દીઓ
ડાયાબિટીસ વધવાનું એક કારણ અનહેલ્થી ખાનપાન - આહાર છે. આજકાલ લોકો અનહેલ્દી ખોરાક વધુ ખાવા લાગ્યા છે. આ જ કારણ છે કે આ રોગના ઝડપી ફેલાવવાની શક્યતાઓ છે. ધ લેન્સેટના અભ્યાસ મુજબ, ભારતમાં હાલમાં 101 મિલિયનથી વધુ લોકોને ડાયાબિટીસ છે. છેલ્લા ચાર વર્ષમાં આ રોગના દર્દીઓમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ