ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Exercise very healthy in lifetime

સ્વાસ્થ્ય / જિંદગીનાં કોઈ પણ તબક્કે એક્સર્સાઇઝ થશે ફાયદાકારક, અનેક સમસ્યાઓથી મળશે છૂટકારો

Published By: vtvAdmin

Last Updated: 08:16 PM, 3 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે એવું માનતા હો કે હવે તમારી ઉંમર વધી ગઈ છે અને એ કારણે તમે નિયમિત એક્સર્સાઇઝ કરી શકો તેમ નથી તો તમારી આ માન્યતા ભૂલ ભરેલી છે. સંશોધકોએ હવે જણાવ્યું છે કે, એક્સર્સાઇઝ કરવાના મામલે એવું બહાનું આગળ ધરવું કે, ‘હવે બહુ મોડું થઈ ગયું છે’ બિલકુલ યોગ્ય નથી. તેમણે ત્યાં સુધી જણાવ્યું કે, એવા વૃદ્ધ લોકો કે જેમણે જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કસરત કરી જ નથી, તેમનામાં પણ મોટા ઍથ્લીટની જેવી જ માંસપેશીઓના નિર્માણની ક્ષમતા હોય છે.

ADVERTISEMENT

Exercise

સંશોધકોએ એક અભ્યાસ હાથ ધરીને આ દાવાની પુષ્ટિ પણ કરી છે. તેમણે કહ્યું કે, એક્સર્સાઇઝ (Exercise) ફક્ત યુવાવસ્થામાં જ કરવાની હોય છે એ સાવ ખોટી વાત છે. કસરત કોઈ પણ ઉંમરે કરીને તેનો લાભ મેળવી શકાય છે. આ અભ્યાસના મુક્ય સંશોધક અને બર્મિંગહામ યુનિવર્સિટીનાં લેહ બ્રિને જણાવ્યું કે, તમે તમારી જિંદગીમાં નિયમિત રીતે એક્સર્સાઇઝ કરી છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી.

તમે જિંદગીના કોઈ પણ તબક્કે એક્સર્સાઇઝ શરૂ કરી શકો છો અને તેનો ફાયદો પણ મેળવી શકો છો. જોકે, સ્પષ્ટરૂપે સારા સ્વાસ્થ્ય માટે લાંબા સમય સુધી વ્યાયામ કરવો બહુ જરૂરી હોય છે, પરંતુ આમ છતાં પણ તમે કોઈ પણ ઉંમરે ડર્યા વગર એક્સર્સાઇઝની શરૂઆત કરી શકો છો. પાછલી ઉંમરે નિયમિત એક્સર્સાઇઝ કરવાથી ઉમંર સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ અને માંસપેશીઓની નબળાઈ જેવી સમસ્યાઓથી તમે છૂટકારો પણ મેળવી શકો છો.

Exercise

‘ફ્રન્ટિયર્સ ઈન ફિઝિયોલૉજી’ નામની પત્રિકામાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં વૃદ્ધ લોકોના બે જૂથો વચ્ચે માંસપેશીઓનાં નિર્માણની ક્ષમતાની સરખામણી કરવામાં આવી હતી. પહેલા જૂથમાં ગત સદીના સાતમા અને આઠમા દાયકાના ઉચ્ચ શ્રેણીનાં ઍથ્લીટને સામેલ કરવામાં આવ્યા હતા. આ એવા લોકો હતા, જેમની લગભગ આખી જિંદગી નિયમિત એક્સર્સાઇઝ સાથે જોડાયેલી હતી.

બીજા જૂથમાં આઠ એવા લોકો સામેલ કરવામાં આવ્યા, જેમણે તેમના જીવનમાં ક્યારેય પણ એક્સર્સાઇઝ કરી જ ન હોતી. સંશોધકોએ 48 કલાકના સમયગાળામાં તમામ પ્રતિયોગીઓની તપાસ હાથ ધરી હતી. એક્સર્સાઇઝથી પહેલા અને બાદમાં માંસપેશીઓની ઊંડી તપાસ કરવામાં આવી હતી કે તેમાં કેવા પ્રકારની પ્રતિક્રિયા થઈ રહી છે.
સંશોધકોને એવી આશા હતી કે, પહેલા જૂથની પ્રતિક્રિયા બહુ શાનદાર રહેશે, કેમ કે એ ગ્રુપમાં જાણીતા ઍથ્લીટ સામેલ હતા, પરંતુ પરિણામો બહુ ચોંકાવનારા મળ્યા હતા. તેમને જાણવા મળ્યું કે, બંને જૂથોમાં માંસપેશીઓના નિર્માણની ક્ષમતા એક જેવી જ હતી અને તેમનામાં બહુ મોટો ફરક ન હોતો.

સંકળાયેલા મુદ્દાઓ

Health exercise lifestyle એક્સર્સાઇઝ કસરત સ્વાસ્થ્ય Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ