ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / excessive weight gain to causing acidity know the side effects of cold drinks on children
ADVERTISEMENT
આજકાલ ઘર હોય કે ઓફિસ, લોકો મહેમાનોને વેલકમ ડ્રિંક તરીકે કોલ્ડ ડ્રિંક્સ પીરસવાનું પસંદ કરે છે. બાળકોને પણ ઘરના પીણાં કરતાં ઠંડા પીણાં પીવાનું ગમતું હોય છે. પરંતુ વાલીઓએ જાણવાની જરુર છે કે બજારમાં મળતા આ રંગબેરંગી ઠંડા પીણા માત્ર તમારા ખિસ્સાં પર જ નહીં પરંતુ બાળકોના હેલ્થ પર પણ ગંભીર અસર કરી શકે છે. આ વાત અમે નથી કહેતાં પરંતુ જાણીતા ડોક્ટર પવને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને બાળકો માટે કોલ્ડ ડ્રિંક્સ પીવાના કેટલાક ખતરા વિશે સચેત કર્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બાળકો માટે ઠંડા પીણા પીવાના ગેરફાયદા
(1) વધુ પડતું વજન વધવું
ઠંડા પીણામાં પોષક તત્વોની માત્રા શૂન્ય હોય છે. જ્યારે ખાંડ અને કેલરી વધુ માત્રામાં મળી આવે છે. ઠંડા પીણાના નિયમિત સેવનથી બાળકો જાડિયાં થઈ જાય છે તે ઉપરાંત ડાયાબિટીસનો પણ ખતરો તો હોય જ છે.
(2) ઓરલ હેલ્થની ચિંતા
જે બાળકો નિયમિત રીતે ઠંડાપીણાનું સેવન કરે છે તેમને દાંતમાં સડો થવાનો ખતરો રહે છે. ઠંડા પીણામાં રહેલું એસિડ દાંતને બગાડી મૂકે છે અને ખાંડ દાંતમાં પોલાણ પેદા કરે છે.
(3) ડિહાઈડ્રેશનની સમસ્યા
ઠંડા પીણા શરીરમાંથી પાણી શોષતાં હોવાથી બાળકોને ડિડાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. બાળકોને હાઇડ્રેટેડ રાખવા માટે ઠંડા પીણાથી દૂર રાખવા જરુરી છે.
(4) હૃદય રોગ
ઠંડા પીણાંના સેવનથી બાળકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓનો ખતરો પણ વધી જાય છે.
(5) ઠંડા પીણાના નિયમિત સેવનથી બાળકના પેટમાં એસિડનું સંતુલન ખોરવાય છે જેના કારણે એસિડિટી, પેટમાં દુખાવો, છાતીમાં બળતરા, બેલ્ચિંગ, આંતરડામાં સોજા જેવી બીમારીઓ થઈ શકે છે.
(6) ઠંડા પીણાના નિયમિત સેવનથી બાળકને માથાનો દુખાવો અને મૂડ સ્વિંગ્સ તકલીફ થઈ શકે છે.
(7) ઠંડાપીણામાં રહેલું ફોસ્ફોરિક એસિડ કેલ્શિયમનું સ્તર ઘટાડે છે, જે બાળકોના હાડકાં અને દાંતને નબળાં પાડે છે.
તો પછી બાળકોને કયા પીણાં પીવડાવવાં?
નોર્મલ પાણીની ઉપરાંત બાળકોને લીંબુ શરબત, જ્યુસ, શિકંજી, ફ્રૂટ કોકટેલ, શેરડીનો રસ અને નાળિયેર પાણી આપી શકાય છે અને આવું કરીને તમે બાળકોનું હેલ્થ સારુ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ