બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વિશ્વ / રાજકોટ / Ex CM Vijay Rupani anjali rupani london britain tour

વિદેશ પ્રવાસ / પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી જુઓ લંડનમાં શું કરી રહ્યાં છે, સોશ્યલ મીડિયા પર શૅર કરી રહ્યાં છે તસવીરો

Hiren

Last Updated: 09:34 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 વર્ષ અને 36 દિવસના શાસન બાદ ભાજપની પરંપરા પ્રમાણે આખરે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે મુખ્યમંત્રીની જવાબદારીથી મુક્ત થયા બાદ પોતાના પરિવાર સાથે વિદેશમાં સમય વિતાવી રહ્યા છે.

  • વિજય રૂપાણી 17 દિવસના વિદેશ પ્રવાસે છે
  • બ્રિટનમાં અનેક કાર્યક્રમોમાં તેમણે આપી હાજરી
  • લંડનમાં વિજય રૂપાણીનું ભાજપ દ્વારા કરાયું હતું સન્માન
  • દિવાળી પહેલા ગુજરાત પરત ફરે તેવી સંભાવના

થોડા દિવસ પૂર્વે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની દીકરીને મળવા માટે 17 દિવસના બ્રિટન પ્રવાસે છે. વિજય રૂપાણી 7 વર્ષ બાદ પોતાની દીકરીને મળ્યા છે. મુખ્યમંત્રી પદે મહત્વની જવાબદારીઓ, કોરોના મહામારી અને રાજ્યની અનેક કામગીરીઓના કારણે તેઓ પોતાની દીકરીને વર્ષોથી મળ્યા ન હતા. વિજય રૂપાણી અને અંજલીબેન રૂપાણી ગત 12 ઓક્ટોબરથી વિદેશ પ્રવાસે છે. તેઓ હાલ પત્ની સાથે બ્રિટનમાં છે. ત્યારે મુખ્યમંત્રીએ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

બ્રિટનમાં અનેક કાર્યક્રમોમાં તેમણે આપી હાજરી

બ્રિટનમાં તેઓ પરિવારના સભ્યો સાથે સમય ગાળી રહ્યા છે. તો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું કે, 'લંડન ખાતે રૂ.100 કરોડના ખર્ચે હિન્દુ સંસ્કાર સંવર્ધન સેન્ટર, જૈન કલ્ચર એકેડમી સેન્ટર અને જૈન દેરાસરનું નિર્માણ થઇ રહેલ પરિસરની મુલાકાત કરી હતી. સાથે ટ્રસ્ટીશ્રી નટુભાઈ શાહ, ટ્રસ્ટીશ્રી વિજયભાઈ શાહ, ટ્રસ્ટીશ્રી સતીષભાઈ મારવાડી, સુશ્રી લીનાબેન અને શ્રી ચંદ્રકાંતભાઈ શુકલ હાજર રહ્યા હતા.'

દિવાળી પહેલા ગુજરાત પરત ફરે તેવી સંભાવના

એવી ચર્ચા ચાલી રહી છે કે, વિજય રૂપાણી દિવાળીની ઉજવણી રાજકોટમાં અથવા ગાંધીનગરમાં કરશે. તેઓ તેઓ દિવાળી પહેલા ગુજરાત પરત ફરે તેવી શક્યતાઓ છે. 17 દિવસનું વેકેશન ગાળીને તેઓ હવે થોડા દિવસોમાં પત્ની અંજલી રૂપાણી સાથે વિદેશ પ્રવાસથી પરત ફરી શકે છે.

લંડન ખાતે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી સંસ્થા-UK દ્વારા આયોજીત કાર્યક્રમમાં આપી હાજરી

મુખ્યમંત્રીની જવાબદારીથી મુક્ત થયેલા વિજય રૂપાણી પક્ષના કાર્યોમાં સક્રીય જ છે. લંડનમાં નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાત સંસ્થા-યૂકે દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી.

લંડનમાં વિજય રૂપાણીનું ભાજપ દ્વારા કરાયું હતું સન્માન

લંડનમાં ભાજપ ઓવરસીઝ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં શ્રીરામ મંદિર યુકેના પ્રમુખ જય શર્મા, હિન્દુ કાઉન્સિલ યુકેના ચેરમેન ઉમેશ શર્મા, ભાજપ ઓવરસીઝના પ્રમુખ કુલદીપ શેખાવત, ભારતીય જનતા પાર્ટી ઓવરસીઝના ઉપપ્રમુખ શશિકાંત પટેલ, ભાજપ ઓવરસીઝના મહામંત્રી સુરેશ મંગલગીરી તથા UK સ્થિત ગુજરાતી પરિવારો હાજર રહ્યા હતા.

લંડનમાં સંઘના આગેવાનો સાથે કરી શુભેચ્છા મુલાકાત

લંડન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ વરિષ્ઠ પ્રચારક અને વિદેશમાં સંઘના પ્રચાર કાર્યનું દાયિત્વ નિભાવતા શ્રી ચંદ્રકાતભાઇ શુક્લ તથા વિવિધ ક્ષેત્રના સમવૈચારિક આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ